Uttarajjhayana 725
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 725
- Language
- Gujarati
725
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૧૬ + વિવેચન [૧૧/નિર્યુક્તિ-૩૧૬ + વિવેચન]
તીર્થંકર - અરહંત, કેવલી - સામાન્યથી ઉત્પન્ન કેવળજ્ઞાનવાળા, સિદ્ધ, આચાર્ય, સર્વ સાધુ. એ બધાંની જે પૂજા કરાય છે, તે પૂજા ભાવ નિક્ષેપને આશ્રીને થાય છે. કિલ - શબ્દ પરોક્ષ આપ્તવાદ સૂચક છે. તીર્થંકરાદિ પૂજા બધી પણ ક્ષાયોપશમિકાદિ ભાવવર્તી જ હોય છે, તેથી ભાવપૂજા જ છે. જે પુષ્પાદિ પૂજામાં દ્રવ્યસ્તવ કહ્યું તે દ્રવ્ય-પુષ્પાદિ વડે સ્તવ, તે સંપૂર્ણ ભાવસ્તવના કારણપણાથી છે. હવે પ્રસ્તુત ઉપયોગ કહે છે–