Pramāṇa · Search · About · API

Uttarajjhayana 734

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 734

Language
Gujarati

734

વિવેચન–૩૩૩ થી ૩૪૦
ચૌદ સ્થાનોમાં રહેલો સંયત અવિનીત કહેવાય છે. તેવો તે મોક્ષ અને ચ શબ્દથી આ જ્ઞાનાદિને પામતો નથી. તે ૧૪ સ્થાનોમાં આ છે – (૧) તે વારંવાર કે ક્ષણે-ક્ષણે કે અનવરત ક્રોધી હોય અને નિમિત્ત હોય કે ન હોય તે ક્રોધિત જ રહે છે. (૨) વિકથાદિમાં કે વિચ્છેદથી પ્રવર્તન કે પ્રબંધન કરે છે. (૩) મિત્રતા કરવા છતાં પણ, મિત્ર - આ મારો છે, તેમ ઈચ્છવા છતાં પણ તેનો ત્યાગ કરે છે. - X - X - X - (૪) શ્રુત - આગમ પણ પ્રાપ્ત કરીને અભિમાન કરે છે. - X - X - (૫) કથંચિત્‌ સમિતિ આદિમાં સ્ખલિત લક્ષણોથી આચાર્યાદિનો તિરસ્કાર કરે છે, એવો આચાર જેનો છે તે પાપ પરિક્ષેપી. (૬) મિત્રો પરત્વે પણ, બીજાઓ ઉપર પણ ક્રોધ કરે. (૭) અતિવલ્લભને પણ, મિત્રના એકાંતમાં પણ પાપોને બોલે અર્થાત્‌ આગળ પ્રિય બોલે અને પાછળથી તેના અનાચારને પ્રગટ કરે છે.
(૮) જે પ્રકીર્ણ - આમ તેમ અર્થાત્‌ અસંબદ્ધ બોલવાના સ્વભાવવાળો, પ્રકીર્ણવાદી છે, વસ્તુતત્ત્વ વિચારમાં પણ જે યત્કિંચિતવાદી કહે છે. અથવા જે - આ પાત્ર છે કે અપાત્ર છે, એમ પરીક્ષા કર્યા વિના જ કંઈક અધિગત શ્રુત રહસ્યને કહેવાનો સ્વભાવ જેનો છે તે પ્રકીર્ણવાદી. (૯) દ્રોગ્ધ - દ્રોહણશીલ, મિત્ર પ્રતિ પણ અદ્રોહ કરનાર. (૧૦) હું તપસ્વી છું ઈત્યાદિ અભિમાન કરનાર, (૧૧) અન્ન આદિમાં અભિકાંક્ષાવાન્‌, (૧૨) અનિગ્રહ, (૧૩) સંવિભાગ ન કરવાના સ્વભાવવાળો, અસંવિભાગી આહારાદિ પ્રાપ્ત કરીને બીજાને કંઈપણ ન આપે પરંતુ પોતાને જ પોષનાર હોય. (૧૪) અપ્રીતિકર-જોનાર, સાંભળનાર બધાંને અપ્રીતિ જ ઉત્પાદિત કરે છે. આવા પ્રકારનો દોષયુક્ત હોય તેને અવિનિત કહે છે.
આ પ્રમાણે અવિનિત સ્થાનોને જણાવીને વિનીત સ્થાનોને કહે છે – પંદર સ્થાનો વડે શોભન વિનયથી યુક્ત સુવિનિત કહેવાય છે. તેને જ કહે છે – નીચ - અનુદ્ધ જે રીતે થાય, એ પ્રમાણે નીચી શય્યાદિમાં વર્તે છે તે નીચવર્તી, ગુરુની નીચે વર્તે છે તે. અચપલ - આરંભેલા કાર્ય પ્રતિ અસ્થિર અથવા અચપલ - ગતિ, સ્થાન, ભાષા, ભાવ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં ગતિચપલ તે દ્રુતચારી, સ્થાનચપલ તે બેઠો હોય તો પણ ચાલતો હોય તેમ રહે, ભાષાચપલ - અસત્‌, અસભ્ય, અસમીક્ષ્ય, અદેશકાળ પ્રલાપી ભેદથી ચાર પ્રકારે છે. અસત્‌ - અવિદ્યમાન, અસભ્ય - ખર પુરુષાદિ, અસમીક્ષ્ય - આલોચના કર્યા વિના બોલનારો. ચોથો અદેશકાલ પ્રલાપી - કાર્ય વીતી ગયા પછી જે બોલે - જો આમ હોય તો ત્યાં દેશ કે કાળમાં આમ કરત તો સુંદર થાત. ભાવચપલ - સૂત્રમાં કે અર્થમાં અસમાપ્ત જ જે બીજું ગ્રહણ કરે છે.
અમાયી - મનોજ્ઞ આહારાદિ પામીને ગુરુ આદિને વંચક ન થાય. અકુતૂહલ - કુહુક ઈન્દ્રજાલાદિ અવલોકનથી પર. અલ્પ - સ્તોક, તિરસ્કાર કરે અર્થાત્‌ અલ્પ એવા જ શબ્દ કે અભાવ વચનથી તિરસ્કાર કરે છે. એટલે કે કોઈને તિરસ્કાર કરતો જ નથી. મિત્રોને ઉપકાર કરે, પણ પ્રતિ ઉપકાર અસમર્થ ન બને - કે કૃતઘ્ન ન બને, શ્રુત પામીને અભિમાન ન કરે, પણ મદના દોષોને જાણીને વધારે નમ્ર થાય. પાપ પરિક્ષેપી ન થાય, મિત્રો પરત્વે કૃતજ્ઞતાથી કથંચિત્‌ અપરાધમાં પણ કોપ ન કરે. અપ્રિય એવા મિત્રના રહસ્યમાં પણ કલ્યાણ જ બોલે, - X - પણ તેના દોષો ઉઘાડા ન પાડે. કલહ - વાચાથી વિગ્રહ અને ડમર - પ્રાણઘાત આદિ, તેનો વર્જક હોય. બુદ્ધ - બુદ્ધિમાન. અમિજાતિ - કુલિનતા, હ્રી - લજ્જા, તે જેને વિદ્યમાન છે, તે હ્રીમાન્‌, કથંચિત્‌ કલુષ અધ્યવસાયતામાં પણ અકાર્ય આચરતા લજ્જા પામે. પ્રતિસંલીન - ગુરુની પાસે કે અન્યત્ર કાર્ય વિના અહીં-તહીં પ્રવૃત્તિ ન કરે. - X - આવો વિનીત કેવો થાય?

Linked texts (2)