Uttarajjhayana 733
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 733
- Language
- Gujarati
733
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૩૩ થી ૩૪૦ [૧૧/૩૩૩ થી ૩૪૦]
ચૌદ સ્થાને વ્યવહાર કરનાર સંયત મુનિ અવિનીત કહેવાય અને તે નિર્વાણ ન પામે. (૧) અભિક્ષ્ણ ક્રોધી હોય, (૨) ક્રોધને લાંબો સમય ટકાવે, (૩) મિત્રતાને ઠુકરાવે, (૪) શ્રુત પામીને અહંકાર કરે, (૫) બીજાનો પાપ પરિક્ષેપી, (૬) મિત્રો પર ક્રોધ કરનાર, (૭) પ્રિય મિત્રોની પણ એકાંતમાં બૂરાઈ કરે છે, (૮) અસંબદ્ધ પ્રલાપ કરે, (૯) દ્રોહી, (૧૦) અભિમાની, (૧૧) રસ લોલુપ, (૧૨) અજિતેન્દ્રિયા, (૧૩) અસંવિભાગી, (૧૪) અપ્રીતિકર છે, તે અવિનીત છે.
પંદર સ્થાને તે સુવિનિત કહેવાય છે – (૧) જે નમ્ર છે, (૨) અચપલ છે, (૩) અમાયી, (૪) અકુતૂહલી, (૫) કોઈની નિંદા ન કરનાર, (૬) ક્રોધને લાંબો સમય પકડી ન રાખે, (૭) મિત્રો પ્રતિ કૃતજ્ઞ, (૮) શ્રુતને પામીને અહંકાર ન કરે, (૯) પાપ પરિક્ષેપી ન હોય, (૧૦) મિત્રો ઉપર ક્રોધ ન કરે, (૧૧) અપ્રિય મિત્રને માટે પણ એકાંતમાં કલ્યાણની વાત કરે, (૧૨) વાક્ કલહ અને માર-પીટ ન કરે,
(૧૩) અભિજાત હોય, (૧૪) લજ્જાશીલ હોય, (૧૫) પ્રતિસંલીન હોય, તે સાધુને વિનીત કહેલ છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit