Uttarajjhayana 736
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 736
- Language
- Gujarati
736
વિવેચન–૩૪૧
વસે એટલે કે રહે. ક્યાં? સદા આચાર્યાદિના ગચ્છમાં, અર્થાત્ તેમની આજ્ઞામાં. જાવજ્જીવ ગુરુ આજ્ઞામાં જ રહે. યોજવું તે યોગ - વ્યાપાર, અહીં પ્રક્રમથી ધર્મગત વ્યાપાર લેવો. અથવા યોગ - સમાધિ, તે જેને છે તે યોગવાન. ઉપધાન - અંગ, અનંગ અધ્યયન આદિ. યથાયોગ આયંબિલાદિ તપોવિશેષ. તેનાથી યુક્ત, જે જેના ઉપધાન કહ્યા, તેનાથી અન્યથા ન ભણે, ન સાંભળે. પ્રિયંકર - અનુકૂળ કરે છે. ક્યારેક કોઈક અપકાર કરે તો પણ પ્રતિકૂળ આચરણ ન કરે પણ પોતાના કર્મોનો જ દોષ વિચારે તેથી જ પ્રિયવાદી બને, કોઈ અપ્રિય બોલે તો પણ પ્રિય જ બોલવાના સ્વભાવવાળો. અથવા આચાર્યાદિને અભિમત આહારાદિ વડે અનુકૂલકારી, આચાર્યના અભિપ્રાયને અનુવર્તીને બોલે તે પ્રિયવાદી. તેમાં શો ગુણ છે? શિક્ષા - શાસ્ત્રાર્થ ગ્રહણ આદિ રૂપ. તેને પ્રાપ્ત કરવા યોગ્ય થાય છે. આના વડે અવિનીત, આનાથી વિપરીત શિક્ષાને પામવાને યોગ્ય નથી, તેમ કહેલ છે. તથા જે શિક્ષાને પામે તે બહુશ્રુત, બાકીના અબહુશ્રુત.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati