Uttarajjhayana 744
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 744
- Language
- Gujarati
744
વિવેચન–૩૪૫
જેમ હાથણીઓ વડે પરિવૃત્ત જે છે તે, એકલો નહીં, તેવો હાથી, વળી સાંઈઠ વર્ષના આયુવાળો, તેને જ આટલા કાળ સુધી પ્રતિવર્ષ બળનો સંગ્રહ કર્યો હોય, તેથી જ જેને આટલું શરીર સામર્થ્ય છે તે બળવાન થઈને અપ્રતિહત થાય છે. અર્થાત્ બીજા મદમુખો વડે કે મતાંગજો વડે પરાંગ્મુખ કરાય છે. બહુશ્રુત આવો થાય છે. તે પણ બીજાના પ્રસારના નિષેધરૂપ ઔત્પાતિકી આદિ બુદ્ધિ અને વિવિધ વિદ્યા વડે આવૃત્ત હોય, સાંઈઠ વર્ષ વડે અત્યંત સ્થિરમતિ હોય, તેથી જ બળવાનપણાથી અપ્રતિહત થાય છે. ઘણાં દર્શન હણનારાઓ વડે પણ પ્રતિહનન કરવો શક્ય બનતો નથી. બીજું –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati