Uttarajjhayana 775
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 775
- Language
- Gujarati
775
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૨૧ થી ૩૨૭ + વિવેચન [૧૨/નિર્યુક્તિ-૩૨૧ થી ૩૨૭ + વિવેચન]
આ નિર્યુક્તિનો ભાવાર્થ કથાનકથી જાણવો જોઈએ. તે આ છે – મથુરા નગરીમાં શંખ નામે યુવરાજ હતો, તે ધર્મ સાંભળીને પ્રવ્રજિત થયો. વિચરતા તે ગજપુર પહોંચ્યો. ત્યાં ભિક્ષાર્થે જતાં એક ગલી જેવો માર્ગ આવ્યો. તે મુર્મુર સમાન અતિ ઉષ્ણ હતો. ઉષ્ણકાળે કોઈપણ ત્યાં ચાલવા સમર્થ ન હતા. જે તેને ન જાણતા તે ત્યાં ચાલે, તે વિનાશ પામતા, તેનું નામ જ ‘હુતવહરથ્યા’ થઈ ગયું. તે સાધુએ કોઈ પુરોહિત પુત્રને પૂછ્યું - એ રથ્યા વહન થઈ શકશે? તે પુરોહિત પુત્રએ વિચાર્યું - સાધુ બળી જશે, તેથી તેણે કહ્યું - હા, આ માર્ગે જવાશે.
સાધુ તે માર્ગે ચાલ્યા. પુરોહિત પુત્ર છૂપાઈને જુએ છે. સાધુ ત્વરા રહિત તે માર્ગે ચાલે છે. આશંકાથી તે માર્ગમાં ચાલ્યા, જેટલામાં તે ચાલ્યા, તેમના તપના પ્રભાવથી તે માર્ગ શીતીભૂત થઈ ગયો. તે પુરોહિત પુત્ર આકર્ષાયો. અહો! આ મહાતપસ્વીને મેં આશાતિત કર્યા. ઉદ્યાનમાં રહેલા તેમની પાસે જઈને કહ્યું – ભગવન્! મેં પાપકર્મ કરેલ છે. હું તેમાંથી કઈ રીતે છૂટીશ? સાધુએ કહ્યું - દીક્ષા લેવી. તેણે દીક્ષા લીધી. તે પુરોહિત પુત્ર જાતિમદ અને રૂપમદ કરતાં મૃત્યુ પામ્યો. દેવલોક ગયો.
દેવલોકથી ચ્યવીને પુરોહિત પુત્રનો જીવ મૃતગંગાના કિનારે બલકોટ્ટા નામે હરિકેશો હતા, તેના અધિપતિ બલકોટ્ટ નામે હતો. તેને બે પત્ની હતી - ગૌરી અને ગાંધારી. તે જીવ ગૌરીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. સ્વપ્નદર્શન થયું. વસંત ઋતુ જુએ છે. ત્યાં કુસુમિત આમ્રવૃક્ષ જુએ છે. સ્વપ્ન પાઠકોને કહ્યું. તે બોલ્યા - મહાત્મા પુત્ર તમને થશે. યોગ્ય સમયે ગૌરીએ બાળકને જન્મ આપ્યો. તે પૂર્વભવના જાતિમદ રૂપ દોષથી કાળો અને વિરૂપી હતો. બલકોટ્ટમાં જન્મેલ હોવાથી તેનું ‘બલ’ નામ રાખ્યું. તે સહનશક્તિ રહિત અને ભંડનશીલ હતો.
તે બાળક ગમે ત્યારે ભોજન કરતો, દારુ પીતો. તે અપ્રીતિકર થયો. ઘેરથી કાઢી મૂક્યો. ચારે તરફ જોભો ઉભો છે. તેટલામાં સર્પ આવ્યો. બધાં જલદી ઉભા થઈ ગયા. તે સર્પને મારી નાંખ્યો. બીજા મુહૂર્ત્તમાં ભેરુંડ - દિવ્યક સર્પ આવ્યો. ડરીને ઉભા થઈ ગયા. તેને દિવ્યક જાણીને છોડી દીધો. તે જોઈને ‘બલ’ વિચારે છે કે - અહો! સ્વદોષથી જ જીવો ક્લેશના ભાગી થાય છે. તેથી ભદ્રકપણું જ રાખવું. ભદ્રક જ ભદ્રને પામે છે. કેમકે સવિષ સર્પ હણાય છે, ભેરુંડ બચી જાય છે. એ પ્રમાણે વિચારતા બોધ પામીને દીક્ષા લીધી.
તે બલ મુનિ વિચરતા વાણારસી ગયા. ત્યાં તિંદુક વન ઉદ્યાન હતું, ત્યાં તિંદુક નામે યક્ષાયતન હતું. તેમાં ગંડીતિંદુક નામે યક્ષ વસતો હતો. તેની અનુજ્ઞા માંગી મુનિ ત્યાં રહ્યા. યક્ષ ઉપશાંત થયો. બીજા યક્ષો બીજા વનમાં વસતા હતા. ત્યાં પણ બીજા ઘણાં સાધુઓ રહેલા હતા. તેઓ પૂછે છે - ગંડીયક્ષ દેખાતો નથી. તેઓએ કહ્યું - સાધુની પર્યુપાસના કરે છે. ત્યાં તિંદુકે બતાવતા તે પણ ઉપશાંત થયો.
તે બીજો યક્ષ બોલ્યો - મારા ઉદ્યાનમાં પણ ઘણાં સાધુ છે. ચાલો આપણે જોઈએ. તે બંને યક્ષો ત્યાં ગયા. ભવિતવ્યતાથી તે સાધુઓ ત્યાં વિકથા કરતાં રહેલા હતા ત્યારે તે યક્ષ આમ બોલ્યો - અહીં સ્ત્રીકથા, જનપદ કથા, રાજકથા થઈ રહી છે. ચાલો, આપણે તેંદુક ઉદ્યાનમાં પાછા જઈએ. કોઈ દિવસે યક્ષાયતને કૌશલિક રાજકન્યા ભદ્રા પુષ્પ, ધૂપ આદિ ગ્રહણ કરીને પૂજા કરવાને નીકળી. પ્રદક્ષિણા કરે છે. ત્યાં કાળા વિકરાળ બલ સાધુને જોઈને થૂંકી. યક્ષે રોષિત થઈને તેને આવિષ્ટ કરી. રાજાને કહ્યું - હવે તે જ મુનિને આ કન્યા આપો તો જ મુક્ત કરીશ, કેમકે આ કન્યાએ તે સાધુની આશાતના કરેલી છે.
રાજાએ પણ ‘કન્યા જીવશે’ એમ માનીને દેવાની હા પાડી. મહત્તરા સાથે કન્યાને લાવ્યા. રાત્રિમાં કન્યાને કહ્યું - પતિની પાસે જા. યક્ષાયતનમાં પ્રવેશ્યા. મુનિ પ્રતિમા ધ્યાને રહેલા. તેણે કન્યાને ન ઈચ્છી. ત્યારે યક્ષે પણ ઋષિના શરીરનું છાદન કરીને દિવ્યરૂપ બનાવ્યું. ફરી મુનિરૂપ બતાવ્યું. એ પ્રમાણે આખી રાત્રિ, વિડંબણા કરી. પ્રભાતે મુનિ ઈચ્છતા નથી. એમ કરીને પોતાને ઘેર પાછી ફરી. પુરોહિતે રાજાને કહ્યું કે - આ ઋષિપત્ની છે માટે બ્રાહ્મણોને કલ્પે, એમ કરીને તેને આપી દીધી. - X - X - આ પ્રમાણે સંપ્રદાયથી કથા કહી. નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો.
હવે સૂત્રાલાપક અવસર છે, તે માટે સૂત્ર કહેવું જોઈએ. તે આ પ્રમાણે –