Pramāṇa · Search · About · API

Uttarajjhayana 783

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 783

Language
Gujarati

783

વિવેચન–૩૬૩
બલ મુનિને આવતા જોઈને, કેવા મુનિ? છઠ્ઠ, અઠ્ઠમાદિ રૂપ તપથી ચોતરફથી શોષિત - માંસ અને લોહી સૂકાઈ ગયા યાવત્‌ કૃશ થઈ ગયેલા. તથા પ્રાંત - જીર્ણ, મલિનત્વાદિ વડે અસાર ઉપધિ, તે જ ઉપકરણ એટલે ધર્મ શરીરના ઉપષ્ટંભ હેતુ જેનો છે તે અથવા ઉપધિ એ જ ઉપકરણ - ઔપગ્રહિક, તે જોઈને હાંસી કરાય છે, જે આર્ય નથી તેવા અનાર્યો - મ્લેચ્છો, સાધુની નિંદા આદિ વડે અનાર્ય. તે અનાર્યો કેવા છે? તેઓ કઈ રીતે ઉપહાસ કરે છે? તે કહે છે –

Linked texts (2)