Uttarajjhayana 791
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 791
- Language
- Gujarati
791
વિવેચન–૩૬૮, ૩૬૯
શ્રમણ - મુનિ, હું - પોતા માટે નિર્દેશેલ છે. કેવા? એવી આશંકાથી કહે છે - સમ્યક્ યત તે સંયત - અસત્ વ્યાપારથી અટકેલ. તેથી જ બ્રહ્મચારી, તથા વિરત, નિવૃત્ત. શેનાથી? ધન - ચતુષ્પદ આદિ, પચન - આહાર બનાવવો, પરિગ્રહ - દ્રવ્યાદિમાં મૂર્ચ્છા. તેથી જ બીજાએ પોતાના માટે જ નિષ્પાદિત કરેલ, તે પરપ્રવૃત્ત. તેને જ પણ પોતાના માટે કરેલ નહીં. ભિક્ષાકાળે અર્થાત્ અકાળે નહીં, ભોજનને માટે, આ યજ્ઞપાટકે હું આવેલ છું. આના વડે - ‘તું કોણ છે? તું અહીં કેમ આવ્યો છે?’ નો ઉત્તર આપ્યો.
એ પ્રમાણે કહેતા તેઓ કદાચ કહે કે - ‘અહીં કશું કોઈને અપાતું નથી કે દેય પણ નથી.’ તેથી કહ્યું - દીન અને અનાથોને અપાતું. ખંડ ખાદ્ય આદિ ખવાય તે, ભોજન - સૂપ આદિ તે ભોજન થાય છે. આ બધું અલ્પ પણ હોય, તેથી કહે છે - ઘણું અને બીજાએ કરેલું. - X - પ્રાણધારણ માટે તેની યાચના કરું છું - X - માટે તમે મને આપો. કદાચ આ ઉત્કૃષ્ટ વસ્તુની યાચના કરે તો? તેથી તેનો આશય કહ્યો. - X - જે કંઈ અંત-પ્રાંત બચેલું હોય તે આ યતિ કે તપસ્વીને પ્રાપ્ત થાય.
એ પ્રમાણે યક્ષે કહેતા યજ્ઞવાટવાસીએ કહ્યું –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati