Pramāṇa · Search · About · API

Uttarajjhayana 795

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 795

Language
Gujarati

795

વિવેચન–૩૭૧
પાણીની અવસ્થિતિ રહિત ઉચ્ચ ભૂમિભાગમાં ખેડૂત ઘઉં, ચોખા આદિ વાવે છે. તે પ્રમાણે નીચે ભૂમિમાં પણ વાવે છે. જ્યારં અત્યંત વર્ષા થાય ત્યારે ઉંચા સ્થળમાં ફળની પ્રાપ્તિની આશાએ અન્યથા નિમ્ન ભૂમિમાં પાકશે. આ ઉપમા વડે બતાવે છે કે - તમે પણ મને અન્નાદિ આપો. કેમકે જો તમે મને નિમ્ન માનતા હો તો પણ સ્થળતુલ્યતા બુદ્ધિએ દેવું યોગ્ય છે. કદાચ તેઓ કહેત કે એ પ્રમાણે આપતા પણ ફળ ન મળે, તેથી કહે છે - આ પણ શુભ એવું દેખાતું ક્ષેત્ર છે. કેમકે તેમાં પુન્યરૂપી ધાન્ય ઉગે છે તેથી આરાધના જ છે. આના વડે દાનનું ફળ કહ્યું. યક્ષે કહેલાં વચન પછી તેઓ આ પ્રમાણે બોલ્યા –

Linked texts (2)