Uttarajjhayana 799
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 799
- Language
- Gujarati
799
વિવેચન–૩૭૩
ક્રોધ - રોષ, માન - ગર્વ, ચ શબ્દથી માયા અને લોભ, વધ - પ્રાણીઘાત, મૃષા - અસત્ય ભાષણ, અદત્તા દાન, ચ શબ્દથી મૈથુન, પરિગ્રહ - ગો-ભૂમિ આદિનો સ્વીકાર છે. તમે બ્રાહ્મણો આ ક્રોધાદિથી યુક્ત છો, જાતિ અને વિદ્યાથી રહિત છો. ચારે વર્ણની વ્યવસ્થા ક્રિયા અને કર્મ વિભાગથી છે. તેથી કહે છે કે - બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થાય. જેમ શિલ્પથી શિલ્પી થાય, અન્યથા ઈન્દ્ર ગોપકીટકવત્ નામ માત્ર છે. એવા પ્રકારની બ્રહ્મચર્યરૂપ ક્રિયા કોપાદિ યુક્તને તત્ત્વથી સંભવતી નથી, તેથી જાતિ સંભવ નથી. તથા વિદ્યા પણ સત્ શાસ્ત્રરૂપ છે. બધાં જ સત્ શાસ્ત્રોમાં અહિંસાદિ પાંચ કહ્યા છે. તે અહિંસાયુક્તપણું તેના જ્ઞાનથી જ થાય છે. જ્ઞાનનું ફળ વિરતિ અને રાગાદિનો અભાવ છે. - X - X - પણ તમારા જેવા અગ્નિ આદિનો આરંભ કરનારા, ક્રોધાદિવાળાને રાગાદિના અભાવનો સંભવ નથી. - X - X -
તેથી તે તમે જણાવેલા બ્રાહ્મણ લક્ષણ ક્ષેત્રો અતિ પાપવાળા જ છે, પણ શોભન નથી, કેમકે ક્રોધાદિ યુક્તતાથી અતિશય પાપ હેતુપણે છે.
કદાચિત્ તેઓ એવું કહે કે - ‘વેદ વિદ્યાના અમે જ્ઞાતા છીએ. તેથી જ બ્રાહ્મણ જાતિ છે, તેથી કઈ રીતે જાતિ વિદ્યા રહિત છીએ?
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati