Pramāṇa · Search · About · API

Uttarajjhayana 805

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 805

Language
Gujarati

805

વિવેચન–૩૭૬
સમિતિ - ઈર્યાસમિતિ આદિ મારામાં સારી રીતે સમાહિત છે. ગુપ્તિ - મનોગુપ્તિ આદિ વડે ગુપ્તિવાન્‌, જિતેન્દ્રિય છું. જો મને એટલે કે વ્યવહિત ક્રિયા પ્રતિ સમાહિતને તમે નહીં આપો, શું? આ એષણાવિશુદ્ધિ અન્ન આદિ કંઈ નહીં આપો તો આજે આ જે યજ્ઞ છે, તે આ આરબ્ધ યજ્ઞોનું અથવા હે આર્યો! યજ્ઞોનું પુન્યપ્રાપ્તિ રૂપ ફળ તમને કંઈ નહીં મળે. કેમકે પાત્રમાં દાનથી જ વિશિષ્ટ પુન્ય પ્રાપ્તિ થાય છે, અન્યત્ર તથાવિધ ફળના અભાવથી દેવાય તો હાનિ જ થવાની. કેમકે અપાત્રને દેવાથી માત્ર નાશ જ થવાનો છે.
આ પ્રમાણે યક્ષે કહેતા જે પ્રધાન અધ્યાપકે કહ્યું, તે કહે છે –

Linked texts (2)