Pramāṇa · Search · About · API

Uttarajjhayana 809

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 809

Language
Gujarati

809

વિવેચન–૩૭૮
અધ્યાપક - ઉપાધ્યાયના ઉક્તરૂપ વચનને સાંભળીને વેગથી દોડી આવ્યા. ક્યાં? જ્યાં આ મુનિ ઉભા હતા, ત્યાં ઘણાં કુમાર - બીજી વયમાં વર્તતા છાત્ર આદિ. તેઓ ક્રીડા કરવામાં રત હોવાથી અહીં ક્રીડાને માટે જલદીથી આવી ગયા, દંડ - વાંસની લાકડી આદિ, વેંત - જળ જ વાંસડારૂપ નેતર, કશ - ચાબુક, એ બધાં વડે તેઓ ભેગા થઈને તે ઋષિને મારવા-હણવા લાગ્યા. આ અવસરમાં –

Linked texts (2)