Uttarajjhayana 829
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 829
- Language
- Gujarati
829
વિવેચન–૩૯૪
આ પ્રત્યક્ષ જ દેખાતા, જે મારા વિદ્યમાન એવા પ્રચૂર અન્નમંડક, ખંડ, ખાજા આદિ સમસ્ત ભોજન છે. જે પહેલા ‘ઓદન’નું ગ્રહણ કર્યું, તે તેના સર્વ અન્નમાં પ્રાધાન્ય જણાવવાને માટે છે. તે ખાઈને અમારા ઉપર અનુગ્રહ કરો. અર્થાત્ અમે અનુગૃહિત થઈએ. આ પ્રમાણે તેમણે કહેતા, મુનિ બોલ્યા કે - એ પ્રમાણે કરીએ. દ્રવ્યાદિથી શુદ્ધ હોવાથી તેને ઉક્ત ભોજન-પાનને મુનિ ગ્રહણ કરે છે. - X - મહિનાને અંતે જે પારણું કરાય તે પર્યન્ત, ગૃહિત નિયમનું પારણું આના વડે કહ્યું. તે નિમિત્તે ભોજન ગ્રહણ કર્યું. ત્યારે ત્યાં જે બન્યું, તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati