Pramāṇa · Search · About · API

Uttarajjhayana 831

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 831

Language
Gujarati

831

વિવેચન–૩૯૫
ત્યારપછી મુનિ ભોજન-પાનને સ્વીકારે છે. યજ્ઞપાટકમાં ગંધ - આમોદ, તેનાથી પ્રધાન ઉદક - જળ, તે ગંધોદક. પુષ્પ - કુસુમ તેની વર્ષા એટલે ગંધોદક પુષ્પવર્ષા, દેવોએ કરી. દિવ્યા - શ્રેષ્ઠ, અથવા દિવિ - આકાશમાં, ત્યાં જ બીજે નહીં. - X - X -
વસુ - દ્રવ્ય, તેની ધારા - સતત પડવા રૂપ અર્થાત્‌ વસુધારાની સંતતિ, તેની વૃષ્ટિ કરી. કોણે? દેવોએ. પ્રકર્ષથી હતા - તાડિત હતા તે પ્રહતા, તે શું? દુંદુભી. ઉપલક્ષણાથી બાકીના વાદ્યો. કોણે વગાડ્યા? દેવોએ. તથા તેઓએ જ આકાશમાં - અહો! વિસ્મયમાં અર્થાત્‌ આ દાન વિસ્મયનીય છે, બીજો કોણ છે? જે આ પ્રમાણે દાનદેવાને સમર્થ છે. એ પ્રમાણે દીધું તે સુદત્ત છે. તે બ્રાહ્મણો પણ વિસ્મિત મનથી આમ કહેછે–

Linked texts (2)