Uttarajjhayana 861
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 861
- Language
- Gujarati
861
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૪૪ થી ૩૫૪ + વિવેચન [૧૩/નિર્યુક્તિ-૩૪૪ થી ૩૫૪ + વિવેચન]
અહીં અગિયાર ગાથા છે, આની પણ તે પ્રમાણે વ્યાખ્યા કરવી.
કાંપિલ્યપુર, જ્યાં આનો જન્મ થયો. પછી બંને (બ્રહ્મદત્ત અને વરધનુ) ગિરિતટક સંનિવેશમાં ગયા. ત્યાંથી ચંપા નગરી, પછી હસ્તિના પુર, ત્યારપછી સાકેત નગરે, સાકેત પાસેના કટકમાં, પછી મંદિ નામના સંનિવેશમાં ગયા. પછી અવશ્યાનક નામના સ્થાનમાં ગયા. ત્યાંથી પણ અરણ્યમાં ભમીને વંસગ્રહણ, તેનાથી ઉપલક્ષિત પ્રાસાદ તે વંશીપ્રાસાદ. ત્યારપછી પણ સમકટક. સમકટકથી અટવી, તેને ભ્રમણ કરતા બ્રહ્મદત્તને અતિશય તૃષાથી કંઠે, હોઠે, તાળવું સૂકાવા લાગ્યા ત્યારે તેણે વરધનુને કહ્યું – હે ભાઈ! મને તૃષાની ઘણી પીડા થાય છે, તે માટે ક્યાંકથી પાણી લઈ આવ.
એટલામાં એણે નિકટવર્તી એક વડનું ઝાડ જોયું. તેની શીતળ છાયામાં સૂઈ ગયો. વરધનુએ તેની સાથે સંકેત કર્યો કે – જો મને કોઈ દીર્ઘપ્રહિત પુરુષ પ્રાપ્ત થશે તો હું અન્યોક્તિથી અભિધાન કરીશ. પછી તારે અહીંથી પલાયન થઈ જવું. વરધનુ પછી પાણી શોધવા નીકળ્યો. તેણે એકત્ર પક્ષીની ખંડ મંડિત સરોવર જોયું. પક્ષીની પત્રપુટકમાં પાણી એકઠું કર્યું. બ્રહ્મદત્તની સન્મુખ જવા પ્રવૃત્ત થયો. તે વડની નજીક પહોંચ્યો ત્યાં કોઈ રીતે તેમના ભાગી જવાના વૃત્તાંતને જાણીને દીર્ઘપૃષ્ઠે મોકલેલા પુરુષો વડે અતિ રોષથી વરધનુને પકડીને બાંધી દેવાયો. તેઓએ આક્રોશ કરતા દુષ્ટવચનો કહ્યા. બીજા કહે છે વરધનુને પીટવા લાગ્યા.
પૂર્વે કરાયેલા સંકેત અનુસાર વરધનુ સંકેત વચનો બોલે છે. તે વચનોને બ્રહ્મદત્ત કુમાર સાંભળતા ભયથી ત્રસ્ત થઈ ગયો. ત્યારપછી તે ઉન્માર્ગથી ભાગી ગયો. ત્યારપછી ભમતા-ભમતા તે વટપુરક આવ્યો. ત્યાંથી બ્રહ્મસ્થલક અને વટસ્થલક તેના વિશ્રામના વિષયો બન્યા. કૌશાંબી, વારાણસી, રાજગૃહ, મથુરા, અહિચ્છત્રા પણ રહ્યો.
ત્યાંથી પણ જતાં અરણ્યમાં પ્રવેશતા તાપસોએ જોયા. તેઓ ઓળખી ગયા કે – આ આપણાં નિજક બ્રહ્મરાજાનો પુત્ર છે. ત્યાં ચોમાસી કરી ત્યાં તાપસકુમાર સાથે રમતા એક દિવસે તેણે વનહસ્તિ જોયો. ત્યારે તેને કુતૂહલ ઉત્પન્ન થયું. વિવિધ ગજશિક્ષા વડે રમણ કરવાનો આરંભ કર્યો. તેની પીઠ ઉપર બ્રહ્મદત્ત બેઠો. હાથી કુમારને લઈ જવા પ્રવૃત્ત થયો. કેટલેક દૂર જઈને અનેક વૃક્ષો જોયા. કુમાર તે રીતે વિટપના એક ભાગમાં પહોંચ્યો. હાથી વડે લઈ જવાયા પછી તે વિમૂઢ દિશામાં ભમવા લાગ્યો.એમ ભમતા ભમતા અરણ્યથી નીકળીને વટપુરે ગયો
વટપુરથી શ્રાવસ્તિ ગયો. જતાં જતાં તેને માર્ગમાં એક ગામ પ્રાપ્ત થયું. ત્યાં નજીકમાં વિશ્રામ કરવાને બેઠો. કોઈ શ્રેષ્ઠીએ તેને ત્યાં જોયો. તેને પોતાના ઘેર લઈ ગયો. અભ્યાગત કર્તવ્ય કર્યું. નૈમિત્તિકના કહેવાથી શ્રેષ્ઠીએ બ્રહ્મદત્તને પોતાની પુત્રી પરણાવી. ભુજગનિર્મોક સદૃશ વિવિધ વસ્ત્રો, ઈન્દ્રનીલાદિ પ્રધાન મણિઓ, કટક કેયૂર કંડલાદિ આભરણો વડે સત્કારાયો. બ્રહ્મદત્ત તેનામાં લુબ્ધિ થઈ ત્યાં કેટલોક કાળ રહ્યો. પછી શ્રેષ્ઠીની કન્યાને એક પુત્રનો જન્મ થયો.
આ તરફ દીર્ઘપૃષ્ઠના મોકલેલા પુરુષોએ તેની શોધ કરતા-કરતા તેનું વૃત્તાંત જાણ્યું, તેના ભયથી બ્રહ્મદત્ત ત્યાંથી નાસી ગયો. સુપ્રતિષ્ઠ પુરની સન્મુખ ચાલવાનું શરૂ કર્યું. ત્યાં તેને કેટલાંક વિટ કાર્પટિકો મળ્યા. સામે આવતા કોઈ તેવા પ્રકારના યુગલને જોઈને, તેની સ્ત્રીના ઉદાર રૂપને જોઈને કુમાર આ પ્રમાણે બોલ્યો – જો તમારી કૃપાથી કંઈક મળી રહે તો સારું. ત્યારે તેણે કહ્યું કે વંશીકુંડમાં પ્રવેશી જા. તે કન્યાનો પતિ બોલ્યો – મારી પત્ની અહીં ગર્ભના શૂળથી આહત થઈને રહી છે. – X – X – તેણીએ કુમારનો જોયો. તેણીને પણ અનુરાગ થયો, તે બંને મોહનમાં પ્રવૃત્ત થયા. એ પ્રમાણે કેટલીક વેળા પછી કુડંકથી નીકળ્યા.
પોતાને ઓળખાવવા કુમાર પ્રતિ કહ્યું – નદીનું કુડંક ગહન છે, તેનાથી પણ ગહનતર પુરુષનું હૃદય હોય છે. આના વડે આણે એવો અર્થ કર્યો – અમે પણ જાણીએ છીએ કે સ્ત્રીહૃદય અતિગહન હોય છે. તમારા ચિત્તથી તે પણ જિતાયું. પતિને ખોટો વિશ્વાસ પમાડવા તેણીએ બ્રહ્મદત્તનું ઉત્તરીય ગ્રહણ કર્યું. પછી પતિ સાથે ગઈ.
ત્યાંથી નીકળીને બ્રહ્મદત્ત સુપ્રતિષ્ઠે પહોંચ્યો. ત્યાં કુસકુંડી નામે કન્યા હતી. ભિકુંડી નામના રાજા દ્વાર નિષ્કાશિત જિતશત્રુ નામે રાજાની પાસેથી મથુરાની અહિચ્છત્રા જતાં માર્ગમાં પ્રાપ્ત થાય છે.
તથા ઈન્દ્રપુરમાં શિવદત્ત નામ, રૂદ્રપુરમાં વિશાખાદત્તા નામે તેની બે પુત્રીઓ, દીર્ઘપૃષ્ઠના પુરુષોથી ડરીને બ્રાહ્મણનો વેષ કરીને બે કન્યા અને રાજ્ય પામ્યો. ત્યારપછી રાજગૃહ, મિથીલા, હસ્તિનાપુર, ચંપા અને તે પ્રમાણે શ્રાવસ્તીમાં ભ્રમણ કર્યું. આ અનંતર દર્શાવેલા નગરો, બ્રહ્મદત્ત હિંડીથી જાણવા.
એ પ્રમાણે ભ્રમણ કરતા બ્રહ્મદત્તને પિતાના મિત્રો કટકદત્ત, કરેણુદત્ત આદિ મળ્યા. પ્રત્યંત રાજાઓને ગ્રહણ કર્યા. ચક્રરત્ન ઉત્પન્ન થયું, તેના દ્વારા દેખાડાતા માર્ગે દિગ્વિજય કરવાનો આરંભ કર્યો. કાંપિલ્યનગરે પહોંચ્યા. દીર્ઘપૃષ્ઠ તેની સામે લડવા નીકળ્યો. બ્રહ્મદત્તે તેને પાડી દીધો. એ પ્રમાણે તે દીર્ઘપૃષ્ઠના દેશના રોષમાંથી મુક્ત થયો.
આ અરસામાં મળેલા પિતાઓએ તેની કન્યાઓ પરણાવી. યથા અવસરે બાકીના રત્નો પણ બ્રહ્મદત્તને ઉત્પન્ન થયા. છ ખંડ ભારતની સાધના કરી – જીતી લીધું. નવે નિધિઓને પ્રાપ્ત કરી. ચક્રવર્તી પદ પરિણત થયું. એ પ્રમાણે સુકૃતના ફળનો ઉપભોગ કરતો કેટલોક કાળ પસાર થયો. કોઈ દિવસે દેવતા વડે મંદારદામ ભેટ ધરાયું. તેના દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. હું નલિનીગુલ્મ વિમાને દેવ હતો તે જાણ્યું.
આ પ્રમાણે કાંપિલ્યમાં સંભૂતનો જીવ ચક્રવર્તી થયો. હવે ચિત્રનો વૃત્તાંત શું છે, તે સૂત્રકાર જણાવે છે –