Uttarajjhayana 860
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 860
- Language
- Gujarati
860
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૩૯ થી ૩૪૩ + વિવેચન [૧૩/નિર્યુક્તિ-૩૩૯ થી ૩૪૩ + વિવેચન]
ચિત્ર નામે પિતા હતા. તેની બે કન્યાઓ હતી, વિદ્યુન્માલા અને વિદ્યુન્મતી. તથા ચિત્રસેનક પિતા તેની ભદ્રા નામે પુત્રી હતી. તથા પંથક પિતા અને નાગજસા કન્યા હતા. તથા કીર્તિમતિ કન્યા અને તેના પિતા કીર્તિસેન હતા. તથા નાગદત્તા, યશોમતી અને રત્નવતી હતી. આ ત્રણેનો પિતા યક્ષહરિલ હતો. વચ્છી કન્યા, તેનો પિતા ચારુદત્ત. પછી કાત્યાયન ગોત્રનો વૃષભ નામે પિતા અને તેની શિલા નામે કન્યા.
તથા ધનદેવ નામે વણિક્ અને બીજો વસુમિત્ર, અન્ય સુદર્શન અને દારુક. આ ચારે માયાપ્રધાન હતા. આ ચારે કુકડાના યુદ્ધના વ્યતિકરમાં મળ્યા. પુસ્તી નામની કન્યા. પિંગલા નામે કન્યા, તેનો પિતા પોત. સાગરદત્ત વણિક્ તેની પુત્રી દીપશિખા. કાંપિલ્ય પિતા અને તેની પુત્રી મલયવતી. વનરાજી નામે કન્યા, તેના પિતા સિંધુદત્ત તથા તેની જ બીજો સોમા નામ કન્યા. તથા સિંધુસેન અને પ્રદ્યુમ્નસેન તેમને અનુક્રમે વાનીર નામની અને પ્રતિકા નામે કન્યા હતી. તથા હરિકેશા, ગોદત્તા, કરેણુદત્તા અને કરેણુપદિકા તથા કુંજરસેના અને કરેણુસેના. ઋષિવૃદ્ધિ અને કુરુમતી દેવી. આટલી કન્યા સાથે બ્રહ્મદત્ત પરણ્યો. તેણે કુરુમતીને સ્ત્રીરત્ન રૂપે પ્રાપ્ત કરી. – X – X – X – હવે જે સ્થાનોમાં બ્રહ્મદત્ત ભટક્યો, તે સ્થાનોના નામો જણાવે છે –