Pramāṇa · Search · About · API

Uttarajjhayana 863

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 863

Language
Gujarati

863

વિવેચન–૪૦૮/૨
ચિત્ર પુરિમતાલમાં જનમ્યો. તે ચિત્ર નામે મહર્ષિ. ત્યાં સંભૂતિ નામના ભાઈએ તે પ્રમાણે અનશન સ્વીકાર્યા પછી, અહો! આ મોહ વિચિત્ર અને દુરંત છે. કર્મની પરિણતિ ચંચળ છે. એવું વિચારી ચારે આહારના પ્રત્યાખ્યાન કર્યા. પંડિતમરણથી મૃત્યુ પામ્યો. ત્યાં નલિની-ગુલ્મ વિમાનમાં ઉત્પન્ન થયો પછી ત્યાં સ્વસ્થિતિનું પાલન કરીને પુરિમતાલ નગરે ઉત્પન્ન થયો. ત્યાં પણ શ્રેષ્ઠીના કુળમાં, ઘણાં પુત્ર-પૌત્રાદિ હતા. તેવા સ્થાને ઉત્પન્ન થયો. ઉંમર થતા તથાવિધ સ્થવિરની પાસે ક્ષાંતિ આદિરૂપ યતિધર્મ સાંભળીને પ્રવ્રજ્યા સ્વીકારી. ૦ પછી શું થયું?

Linked texts (1)