Pramāṇa · Search · About · API

Uttarajjhayana 866

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 866

Language
Gujarati

866

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૫૫ + વિવેચન [૧૩/નિર્યુક્તિ-૩૫૫ + વિવેચન]
ત્યારે બ્રહ્મદત્ત જાતિસ્મરણ જ્ઞાન પામીને સ્વજાતીના એક શ્લોક અડધો લોકો સમક્ષ મૂકીને નિવેદન કર્યું કે – જે આ બીજો અર્ધ શ્લોક પૂરો કરશે, તેને હું અડધું રાજ્ય આપીશ. પછી તેના અર્થી લોકો તે બોલવા લાગ્યા. તે ગામ, નગર, આકર આદિમાં બોલાતો સાંભળી કર્ણોપકર્ણ ચિત્રના જીવ એવા સાધુ વડે, તેવા પ્રકારના જ્ઞાનના અતિશયના ઉપયોગથી સ્વજાતીને પામીને આનો અભિપ્રાય જાણ્યો. પછી જન્માંતરના પોતાના ભાઈ સંભૂતના જીવ બ્રહ્મદત્તને પ્રતિબોધ કરવા નીકળ્યા.
પોતાના સ્થાનેથી નીકળી ચિત્રમુનિ અનુક્રમે કાંપિલ્ય પહોંચ્યા. તેના બહારના ઉદ્યાનમાં રહ્યા. ચાર ઘડી શ્રુતનો પાઠ કર્યો. પછી અડધો શ્લોક પૂરો કરી બીજો શ્લોક કર્યો. ચાર ઘડી અવધારીને કોઈ પુરુષ રાજા પાસે રાજ્યના લોભથી દોડી ગયો તેમની આગળ શ્લોક બોલ્યો. તેનાથી ચિત્તનો આવેશ જનમ્યો. તેનાથી મૂર્ચ્છા આવી ગઈ. આંખો ઢળી ગઈ. આસનેથી ભૂમિ ઉપર પડી ગયો. આ શું છે? ઈત્યાદિ વડે તે આકુલિત થઈ ગયો. તેણે આ શ્લોક બોલનાર આરઘટ્ટિકને જોયો. તેને પાર્ષ્ણિના પ્રહારાદિથી માર્યો. તે બરાડવા લાગ્યો કે આ શ્લોક મેં પૂરો કરેલ નથી. પણ કોઈ ભિક્ષુએ પૂરો કરેલ છે.
એટલામાં બ્રહ્મદત્તને ચેતન આવ્યું. તે ચક્રવર્તીએ સ્વસ્થતા પ્રાપ્ત કરી. પૂછ્યું કે આ શ્લોકને પૂરો કરનાર ક્યાં રહેલ છે? તેનો વ્યતિત કહ્યો. કોઈ ભિક્ષુ વડે આ શ્લોક પૂરો કરાયો છે, પણ આના વડે નહીં. હર્ષથી વિકસિત નયને તેને ફરી પૂછતાં – આરઘટ્ટિકે કહ્યું – હે દેવ! મારી વાટિકામાં છે. એ સાંભળીને બ્રહ્મદત્ત સૈન્ય, વાહન, સર્વે અંતઃપુર સાથે તેમના દર્શન માટે ચાલ્યો. તે ઉદ્યાને પહોંચ્યો. મુનિને જોયા. બહુમાન સહિત વંદન કરી એક આસને બેઠો. પરસ્પર નામ આદિ પૂછ્યા. પોતપોતે અનુભવેલ સુખ-દુઃખોની વાત કરી. ત્યારપછી ચક્રવર્તીએ પોતાની વર્ણન કર્યું. તેના વિપાક્‌ના દર્શનની પ્રરૂપણા કરીને તેનો પરિત્યાગ ચિત્ર મુનિએ કહ્યો. આ જ પ્રસ્તુત અધ્યયનનો સૂત્રાર્થ જાણવો. હવે જે કહ્યું કે – ‘તે બંનેએ સુખ-દુઃખનો ફળ વિપાક પરસ્પર કહ્યો. તેમાં જે ચક્રવર્તીએ કહ્યું તે સંબંધ સહિત કહે છે –

Linked texts (1)