Pramāṇa · Search · About · API

Uttarajjhayana 867

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 867

Language
Gujarati

867

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૧૦ થી ૪૧૩ [૧૩/૪૧૦ થી ૪૧૩]
મહર્દ્ધિક અને મહાયશસ્વી ચક્રવર્તી બ્રહ્મદત્તે અતિ આદર સહિત પોતાના (પૂર્વભવના) ભાઈને આ પ્રમાણે કહ્યું –
આ પહેલાં આપણે બંને પરસ્પર વશવર્તી, પરસ્પર અનુરક્ત અને પરસ્પર હિતૈષી ભાઈ-ભાઈ હતા. આપણે બંને દશાર્ણ દેશમાં દાસ, કાલિંજર પર્વતે હરણ, મૃતગંગાના કિનારે હંસ અને કાશી દેશમાં ચાંડાલ થયા. પછી આપણે બંને દેવલોકમાં મહર્દ્ધિક દેવ થયા. આ આપણો છઠ્ઠો ભવ છે, જેમાં આપણે એકબીજાથી દૂર અલગ-અલગ જનમ્યા છીએ.

Linked texts (1)