Pramāṇa · Search · About · API

Uttarajjhayana 87

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 87

Language
Gujarati

87

વિવેચન–૧૮
જમણે કે ડાબે પડખે ન બેસે. તે રીતે બેસવાથી અવિનય થાય. ગુરુને પણ વક્ર અવલોકનમાં સ્કંધ આદિને બાધા પહોંચે. આગળ ન બેસે. કેમકે તેથી વંદન કરનારને ગુરુનું વદન ન દેખાતા અપ્રીતિ સંભવે છે. કૃતિ - વંદનને યોગ્ય, તે અર્થથી આચાર્યાદિ, તેની પાછળ ન બેસે. કેમકે બંનેને મુખનું દર્શન ન થાય. અતિ નિકટ બેસવા વડે એકમેકના સાથળને ન સ્પર્શે. તેમ કરવાથી અતિ અવિનય થાય. ઉપલક્ષણથી બાકીના અંગના સ્પર્શનો પણ પરિહાર જાણવો. શય્યામાં બેસીને કે સૂતા-સૂતા ઉત્તર ન આપે. શય્યા-ત્યાગથી ગુરુના આકારથી કે કહેલને જાણી શકે અને અવજ્ઞા ન થાય. તેથી ગુરુના વચન પછી તુરંત જ સંભ્રાંત ચિત્તથી વિનયથી અંજલિ જોડી સમીપે આવી, પગે પડી, પોતાને અનુગ્રહીત કર્યો તેમ માની, ભગવન્‌! આપ મને અનુશાસિત કરો, તેમ કહે. ફરી કહે છે

Linked texts (2)