Pramāṇa · Search · About · API

Uttarajjhayana 876

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 876

Language
Gujarati

876

વિવેચન–૪૧૯, ૪૨૦
ઉચ્ચોદય આદિ પાંચ પ્રધાન પ્રાસાદો કહેલાં છે. મારા વર્દ્ધકીએ સુરૂપથી આણેલા છે. બીજા પણ ભવનાદિ રમણીય અને સુરમ્ય છે. આ બધાં જે પ્રમાણે ચક્રવર્તીને રુચે, ત્યાં જ બનાવેલા હોય છે. આ પ્રત્યક્ષ જે અવસ્થિત પ્રાસાદરૂપ પ્રતીત છે, તે અને તે હિરણ્ય આદિ ધન, તેના વડે યુક્ત છે. ત્યાં ઘણાં જ અનેક પ્રકારના આશ્ચર્ય છે અથવા જેમાં ધન છે તેવા પ્રભૂત ચિત્રધન છે. પાંચાલ નામે જનપદનું પ્રતિપાલન કરો, તેમાં ઈન્દ્રિયોને ઉપકારી રૂપ આદિ ગુણો છે, તેના વડે યુક્ત તે પાંચાલ ગુણોપેત છે. અર્થાત્‌ પાંચાલમાં જે વિશિષ્ટ વસ્તુઓ છે, તે બધી આ ગૃહમાં છે.
વળી – બત્રીશ પાત્રોપલક્ષિત નાટ્ય કે નૃત્યો વડે. વિવિધ અંગહારાદિ સ્વરૂપે ગીતો વડે – ગ્રામ, સ્વર, મૂર્ચ્છના લક્ષણ વડે, મૃદંગ – મુકુદ આદિ વડે, સ્ત્રીજનોને પરિવારી કરતાં અથવા પ્રવિચાર કરી સેવતા, આ પ્રત્યક્ષ દેખાતા ભોગો ભોગવો. હે ભિક્ષુ! અહીં જે હાથી, ઘોડા આદિ ન જણાવીને સ્ત્રીઓનું જ અભિવાદન તે સ્ત્રીલોલુપ પણાથી છે, અથવા તેણીના જ અત્યંત આક્ષેપકત્વને જણાવવા માટે છે, કદાચિત્‌ ચિત્ર બોલે કે – આ જ સુખ છે, તેથી કહે છે – મને આ રુચે છે. પ્રવ્રજ્યા તો દુઃખ જ છે, જરાપણ સુખ નથી, તે દુઃખના હેતુપણે છે. આ પ્રમાણે ચક્રવર્તીએ કહેતા મુનિએ શું કર્યું? તે કહે છે –

Linked texts (2)