Uttarajjhayana 882
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 882
- Language
- Gujarati
882
વિવેચન–૪૨૪ થી ૪૨૬
હે નરેન્દ્ર! ચક્રવર્તી! જેમાં જન્માય તે જાતિ, અધમ નિકૃષ્ટ, મનુષ્યો મધ્યે ચાંડાળ જાતિ છે. જે આપણને બંનેને પ્રાપ્ત થયેલી હતી. અહીં શું કહેવા માંગે છે? જ્યારે આપણે ચાંડાળ જાતિમાં ઉત્પન્ન થયા ત્યારે બધાં લોકો વડે ગર્હિતા જાતિ હતી. કદાચિત્ તેને પામીને પણ બીજે આપણે વસી શક્યા હોત, તેથી કહે છે – જ્યાં જતા ત્યાં પણ બધાં લોકોને અપ્રીતિકર થઈને રહ્યા. ક્યાં? શ્વપાકના નિવેશો – ઘરોમાં. કદાચિત્ ત્યાં પણ વિજ્ઞાન વિશેષ આદિથી હીલનીય જ થયા હોત.
પછી બીજી જાતિમાં પણ કુત્સિતત્વને વિશેષિત કરે છે. પાપ જ પાપિકા, તે કુત્સિતામાં પાપહેતુ ભૂતત્વથી તે પાપિકા અથવા પ્રાપિકા – નરકાદિ કુગતિને પ્રાપ્ત કરાવનાર. તેમાં આપણે વસ્યા. વળી તે ચાંડાલોના નિવેશો પણ કેવા હતા? બધાં લોકોને જુગુપ્સા કરાવનાર.
આ જન્મમાં વળી શુભ અનુષ્ઠાન કે જે પૂર્વ જન્મમાં ઉપાર્જિત હતા. તે કર્મોથી – વિશિષ્ટ જાતિ નિબંધન કર્મોથી, ઉત્પન્ન પ્રત્યયોથી ફરી તેનું ઉપાર્જન કરવામાં યત્ન કરવો જોઈએ, પરંતુ વિષયાસક્ત વ્યાકુલિત માનસ વડે એ પ્રમાણે ન રહેવું જોઈએ.
જે પૂર્વે સંભૂત નામે અણગાર હતા, તે આ કાળમાં અથવા હાલ રાજા મહાનુભાગ, મહર્દ્ધિક, પુન્યફળ યુક્ત થઈને દૃષ્ટ ધર્મફળથી અભિનિષ્ક્રમણ કરે. અથવા તે જ અહીં રાજા મહાનુભાગતાદિ યુક્ત અહીં જનમ્યો છે, તે પૂર્વકૃત કર્મોનું ફળ છે. અન્યથા તેવા પ્રકારની આવી સમૃદ્ધિ ક્યાંથી પામ્યો? જો એમ છે તો હવે અભિનિષ્ક્રમણ કર. શું કરીને? તે કહે છે – ત્યાગ કરીને, જે ભોગવાય તે ભોગ – દ્રવ્ય નિચય કામ, તેને અનિત્ય જાણીને. સદ્વિવેક વડે ગ્રહણ કરાય તે આદાન – ચારિત્ર ધર્મ, તે હેતુથી આભિમુખ્યતાથી પ્રવ્રજિત થા. ગૃહસ્થપણામાં સર્વ વિરતિ ચારિત્રનો સંભવ નથી, તે ભાવ છે. એમ ન કરવામાં શો દોષ છે? તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati