Pramāṇa · Search · About · API

Uttarajjhayana 881

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 881

Language
Gujarati

881

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૨૪ થી ૪૨૬ [૧૩/૪૨૪ થી ૪૨૬]
હે નરેન્દ્ર! મનુષ્યોમાં જે ચાંડાલ જાતિ, અધમ જાતિ મનાય છે, તેમાં આપણે બંને ઉત્પન્ન થઈ ચૂક્યા છીએ, ચાંડાલોની વસતીમાં આપણે બંને રહીએ છીએ, જ્યાં બધાં લોકો આપણાથી ધૃણા કરતા હતા.
તે જાતિમાં આપણે જન્મ લીધો હતો અને તે જ વસતીમાં આપણે બંને રહેલા હતા. ત્યારે બધાં આપણાથી ધૃણા કરતા હતા. તેથી અહીં જે શ્રેષ્ઠતા પ્રાપ્ત છે, તે પૂર્વજન્મના શુભ કર્મોનું ફળ છે.
પૂર્વ શુભકર્મોના ફળ સ્વરૂપ આ સમય તે તું હવે મહાનુભાગ, મહર્દ્ધિક રાજા બનેલ છો. તેથી તું ક્ષણિક ભોગોને છોડીને ચારિત્ર ધર્મની આરાધનાને માટે અભિનિષ્ક્રમણ કર.

Linked texts (1)