Uttarajjhayana 884
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 884
- Language
- Gujarati
884
વિવેચન–૪૨૭
આ મનુષ્ય સંબંધી અસ્થિર આયુષ્યમાં હે રાજન્! જે અતિશય પુન્ય હેતુભૂત શુભ અનુષ્ઠાનો ન કરીને પુન્યનો અનુપાર્જક થાય, તે દુઃખથી આર્ત્ત થઈને પશ્ચાત્તાપ કરે છે. મૃત્યુ – આયુનો પરિક્ષય, તેના મુખ સમાન મુખ તે મૃત્યુ મુખ – શિથિલી થયેલ બંધનાદિ અવસ્થા, તેનાથી ઉપનીત, તથાવિધ કર્મોથી ઉપઢૌકિત તે મૃત્યુમુખ ઉપનીત થઈને શુભાનુષ્ઠાન રૂપ ધર્મ ન કરીને, અનુષ્ઠાન રહિતપણે જન્માંતરમાં પણ જઈને નરકાદિમાં અસહ્ય અશાતા વેદનાથી પીડિત શરીર થાય છે. તે અધર્મકારી મેં ત્યારે જ સદનુષ્ઠાન કેમ ન કર્યા? એવો ખેદ પામે છે.
જ્યારે તે મૃત્યુના મુખમાં ધકેલાય છે કે બીજા દુઃખોથી હણાય છે, ત્યારે સ્વજનાદિ રક્ષણને માટે થશે, તેથી પસ્તાવું નહીં. એવી આશંકામાં કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati