Uttarajjhayana 885
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 885
- Language
- Gujarati
885
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૨૮, ૪૨૯ [૧૩/૪૨૮, ૪૨૯]
જેમ અહીં સિંહ હરણને પકડીને લઈ જાય છે, તેમ જ અંતકાળે મૃત્યુ મનુષ્યને લઈ જાય છે. મૃત્યુ સમયે તેના માતા-પિતા અને ભાઈ આદિ કોઈ પણ મૃત્યુ દુઃખમાં ભાગીદાર થતાં નથી.
તેના દુઃખને જાતિના લોકો વહેંચી શકતા નથી કે મિત્ર, પુત્ર, બંધુ લઈ શકતા નથી. તે સ્વયં એકલો જ પ્રાપ્ત દુઃખોને ભોગવે છે. કેમકે કર્મો કર્તાની પાછળ જ ચાલે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit