Pramāṇa · Search · About · API

Uttarajjhayana 902

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 902

Language
Gujarati

902

વિવેચન–૪૩૯
તને શબ્દાદિ ભોગોનો પ્રતિષેધ કર્યો છતાં, અનાર્ય કર્મોથી રોકવા છતાં તે ભોગોનો ત્યાગ કરીને, મેં કહેલ ધર્મમાં બુદ્ધિ ન થઈ, પણ આરંભ અને પરિગ્રહમાં જ મૂર્ચ્છિત છે – અવદ્ય હેતુ પ્રવૃત્તિમાં અને ચતુષ્પદ, દ્વિપદાદિના સ્વીકારમાં જ ગૃદ્ધ છે. તું મારા પૂર્વ જન્મનો ભાઈ છે, એવા સ્નેહ લક્ષણથી, તેવા મોહથી તને આટલું સમજાવ્યું. કહેવાનો આશય છે – અનેક પ્રકારે જીવિતનું અનિત્યત્વાદિ દર્શન દ્વારથી કહેવા છતાં તે લેશમાત્ર વિષયથી વિરક્ત ન થયો ત્યારે અવિનેયત્વથી તારી ઉપેક્ષા જ શ્રેયકારી છે. – X – આમ કહીને મુનિના ગયા પછી બ્રહ્મદત્તને શું થયું?

Linked texts (2)