Uttarajjhayana 911
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 911
- Language
- Gujarati
911
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૪૨ થી ૪૪૬ [૧૪/૪૪૨ થી ૪૪૬]
દેવલોક સમાન સુરમ્ય, પ્રાચીન, પ્રસિદ્ધ અને સમૃદ્ધિશાળી ઈષુકાર નગર હતું. તેમાં પૂર્વજન્મના એક જ વિમાનવાસી કેટલાંક જીવ દેવાયુ પૂર્ણ કરી અવતરિત થયા... પૂર્વકૃત પોતાના બાકીના કર્મોને કારણે તે જીવો ઉચ્ચ કુળોમાં ઉત્પન્ન થયા, સંસાર ભયથી ઉદ્વિગ્ન થઈને કામભોગોનો પરિત્યાગ કરીને જિનેન્દ્ર માર્ગનું શરણું સ્વીકાર્યું.
પુરુષત્વ પ્રાપ્ત બંને પુરોહીત કુમારો, પુરોહીત, તેની પત્ની યશા, વિશાળ કીર્તિવાળો ઈષુકાર રાજા અને રાણી કમલાવતી - આ છ હતા.
જન્મ જરા મરણના ભયથી અભિભૂત કુમારોનું ચિત્ત મુનિદર્શનથી બહિર્વિહાર - મોક્ષ પ્રતિ આકૃષ્ટ થયા. ફળથી સંસાર ચક્રથી મુક્તિ પામવાને માટે તેઓ કામગુણોથી વિરક્ત થયા... યજ્ઞ યાગાદિ કર્મમાં સંલગ્ન બ્રાહ્મણના આ બંને પુત્રો પોતાના પૂર્વજન્મ તથા શુચીર્ણ તપ સંયમ યાદ કરી વિરક્ત થયા.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit