Pramāṇa · Search · About · API

Uttarajjhayana 980

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 980

Language
Gujarati

980

વિવેચન–૫૦૧
છેદવું તે છિન્ન, વસ્ત્ર લાકડું આદિનું, તે વિષયક શુભ-અશુભ નિરૂપિકા વિદ્યા પણ છિન્નવિદ્યા કહેવાય છે. એ પ્રમાણે સર્વત્ર જાણવું. સ્વર - સ્વરનું સ્વરૂપ, જેમ કે ષડ્‌જ સ્વરથી આજીવિકા પ્રાપ્ત થાય છે ઈત્યાદિ. ભૌમ - ભૂતિ સંબંધી, જમીન કંપવી આદિ રૂપ, તેનાથી થતાં શુભાશુભનું કથન. અંતરીક્ષ - આકાશમાં થાય તે, ગંધર્વ નગરાદિ લક્ષણ. તેના શુભાશુભનું કથન. સ્વપ્ન - સ્વપ્નના શુભાશુભનું કથન, જેમ કે - ગાતા અને રડતાં બોલે તો વધ કે બંધન થાય આદિ. લક્ષણ - સ્ત્રી અને પુરુષના, જેમ કે - આંખો સ્નિગ્ધ હોય તો સુખી થાય આદિ. દંડ - લાકડીનું સ્વરૂપ કથન, જેમકે એક પર્વ હોય તો પ્રશંસિત છે, ઈત્યાદિ વાસ્તુવિદ્યા - પ્રાસાદાદિ લક્ષણ નામક શાસ્ત્રરૂપ - X - X - અંગવિકાર - મસ્તકનું સ્ફૂરણ આદિના શુભાશુભ સૂચક શાસ્ત્ર. સ્વર - પોદકી શિવાદિના સ્વર રૂપ, તેના સંબંધી શુભાશુભનું નિરૂપણ - X - X -. જેઓ આવી વિદ્યા વડે જીવતા નથી, આવી જીવિકાથી શુભાશુભ કહીને જેઓ પ્રાણોને ધારણ કરતા નથી, તે ભિક્ષુ છે.
આના વડે નિમિત્ત લક્ષણ વિષયક દોષ પરિહાર કહ્યો. હવે મંત્ર આદિ રૂપ, તેના દોષના પરિહારને માટે કહે છે –

Linked texts (2)