Uttarajjhayana 990
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 990
- Language
- Gujarati
990
વિવેચન–૫૦૬
જે કંઈ થોડાં પણ અશન, પાન અને વિવિધ ખાદિમ, સ્વાદિમ છે તે ગૃહસ્થ પાસેથી પ્રાપ્ત કરીને જે, તે આહારાદિ વડે મન વચન કાયાથી અનુકંપા કરતા નથી અર્થાત્ ગ્લાન, બાલ આદિને ઉપકાર કરતા નથી તે ભિક્ષુ નથી. જે મન-વચન-કાયાથી સારી રીતે સંવૃત્ત છે. તથાવિધ આહારાદિના અભિલાષનો નિરોધ કરીને અથવા મન-વચન-કાયાથી સુસંવૃત્ત છે, તે રીતે જ ગ્લાનાદિની અનુકંપા કરે છે, તે ભિક્ષુ છે. અથવા અનુરૂપ અનુકંપા કરતા નથી, કઈ રીતે? મન, વચન, કાયાથી સુસંવૃત્ત થઈને તે ભિક્ષુ છે. આના વડે અર્થથી ગૃદ્ધિનો અભાવ જણાવીને અંગાર દોષનો પરિહાર કહ્યો. હવે ધૂમ દોષનો પરિહાર કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati