Uttarajjhayana 998
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 998
- Language
- Gujarati
998
વિવેચન–૫૧૦
શિલ્પ - ચિત્ર પત્રના છેદાદિ વિજ્ઞાનથી જીવવાનો સ્વભાવ છે જેનો તે શિલ્પજીવી, તેવા નથી તે અશિલ્પજીવી. ગૃહ વિરહિત, અવિદ્યમાન મિત્ર - આસક્તિહેતુક છે જેને નથી તે અમિત્ર. જિતેન્દ્રિય - વશીકૃત કરેલી છે શ્રોત્રાદિ ઈન્દ્રિયો જેણે તે સર્વથા - બાહ્ય અને અભ્યંતર ગ્રંથથી વિવિધ પ્રકારોથી પ્રકર્ષથી મુક્ત તે વિપ્રમુક્ત. જેના સંજ્વલન નામક ક્રોધાદિ કષાયો ઘણાં અલ્પ છે તે અણુકષાયી. અથવા ઉત્-કષાયી એટલે પ્રબળ કષાયી, તેવા નથી તે અનુત્કષાયી. અલ્પ - થોડાં, લઘુ - નિઃસાર, નિષ્પાવ આદિ ખાવાનો આચાર જેનો છે, તે અલ્પલઘુ ભક્ષી. દ્રવ્ય અને ભાવથી ઘરનો ત્યાગ કરીને, એક - રાગદ્વેષ વિરહિત, તથાવિધ યોગ્યતા પામીને અથવા અસહાય વિચરે છે તે એકચર એ જ ભિક્ષુ છે. આના વડે એકાકી વિહાર બતાવ્યો. - X -
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati