Pramāṇa · Search · About · API

Devimdatthaa 1

Deviṃdatthaa: ṭīkānusārī vivecana 1

Language
Gujarati

1

ભૂમિકા :– આ ભાગમાં કુલ-૧૫ આગમોનો સમાવેશ કરાયેલ છે. જેનો સંક્ષેપમાં ઉલ્લેખ કરીએ તો ‘નિરયાવલિકા-પંચક’ અને ‘દશ પયન્ના’ કહેવાય. ઉપાંગસૂત્રોમાં ઉપાંગ ૮ થી ૧૨ માં પાંચ ઉપાંગસૂત્રો આવે છે – નિરયાવલિકા, કલ્પવતંસિકા, પુષ્પિતા, પુષ્પચૂલિકા, વૃષ્ણિદશા. આ પાંચેનો નિરયાવલિકા-પંચકરૂપે ઉલ્લેખ પ્રાપ્ત છે. તેની વિશેષ પ્રસ્તાવના અમારા પૂર્વના આગમ-પ્રકાશનોથી જાણવી.
દશ પયન્નામાં પણ નામોની પસંદગીમાં ભેદ છે. અમોએ અહીં સ્વીકારેલ પયન્ના આ પ્રમાણે છે – ચતુઃશરણ, આતુરપ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન, ભક્તપરિજ્ઞા, તંદુલવૈચારિક, સંસ્તારક, ગચ્છાચાર વિકલ્પમાં ચંદ્રવેધ્યક, ગણિવિદ્યા, દેવેન્દ્રસ્તવ, વીરસ્તવ. એ રીતે ૧૦ + ૧ એમ વિકલ્પ સહિત ૧૧-પયન્ના લીધેલ છે.
ઉપાંગસૂત્ર-નિરયાવલિકા પંચકની વૃત્તિ શ્રી ચંદ્રસૂરિજીની સુપ્રાપ્ય છે, તેનો અત્રે ટીકાનુવાદમાં સમાવેશ કરેલ છે. પયન્ના સૂત્રોમાં અમે ચતુઃશરણ અને તંદુલવૈચારિકમાં વિજય વિમલ ગણિ કૃત્‌ વૃત્તિ લીધી છે, આતુર પ્રત્યાખ્યાન અને સંસ્તારક માટે ગુણરત્નસૂરિકૃત્‌ અવચૂરી લીધી છે, ગચ્છાચાર માટે શ્રી વાનર્ષિની લઘુવૃત્તિ અવચૂરી લીધી છે. બાકીના પયન્નામાં માત્ર મૂળનો અર્થ છે. અંચલ-ગચ્છીય ટીકા અમે લીધેલ નથી.
ઉક્ત પંદરે આગમોના વિષય ભિન્ન-ભિન્ન હોવાથી અમે અહીં પ્રસ્તાવનામાં તે પ્રત્યેકની વિષયચર્ચાનો ઉલ્લેખ કરતા નથી, તે જિજ્ઞાસુઓએ અન્ય ગ્રંથથી જાણવા.
પાંચે ઉપાંગોમાં કથાનુયોગ મુખ્ય છે, પયન્ના સૂત્રોમાં અંતિમ આરાધના અને આચરણની પ્રધાનતા છે.
(૩૨) દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણક સૂત્ર-૯ – મૂળ સૂત્રનો અનુવાદ –