Pramāṇa · Search · About · API

Devimdatthaa 14

Deviṃdatthaa: ṭīkānusārī vivecana 14

Language
Gujarati

14

‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૩૯ થી ૪૨ :– [–/૩૯ થી ૪૨]
(૧) ચમરેન્દ્ર, (૨) ધરણેન્દ્ર, (૩) વેણુદેવ, (૪) પૂર્ણ, (૫) જલકાંત, (૬) અમિતગતિ, (૭) વેલંબ, (૮) ઘોષ, (૯) હરિ અને (૧૦) અગ્નિ-શીખ. આ ભવનપતિ ઈન્દ્રોના મણિરત્નોથી જડીત, સ્વર્ણસ્તંભ અને રમણીય લતામંડપ યુક્ત ભવન...
દક્ષિણ દિશામાં હોય છે. ઉત્તર દિશા અને તેની આસપાસ બાકીના ઈન્દ્રોના ભવનો હોય છે.
દક્ષિણ દિશા તરફ (૧) અસુરકુમારના ૩૪ લાખ, (૨) નાગકુમારના ૪૪-લાખ, (૩) સુવર્ણકુમારના ૪૮-લાખ, (૪ થી ૯) દ્વીપ, ઉદધિ, વિદ્યુત, સ્તનિત અને અગ્નિકુમારના પ્રત્યેકના ચાલીશ-ચાલીશ લાખ અને (૧૦) વાયુકુમારના ૫૦-લાખ ભવન હોય છે.
ઉત્તરદિશા તરફ (૧) અસુરકુમારના ૩૦ લાખ, (૨) નાગકુમારના ૪૦ લાખ, (૩) સુવર્ણકુમારના ૩૪ લાખ, (૪) વાયુકુમારના ૪૬ લાખ, (૫ થી ૯) દ્વીપ, ઉદધિ, વિદ્યુત્‌, સ્તનિત અને અગ્નિકુમાર એ પાંચેના પ્રત્યેકના છત્રીશ-છત્રીશ લાખ ભવનો છે.

Linked texts (2)