Pramāṇa · Search · About · API

Devimdatthaa 25

Deviṃdatthaa: ṭīkānusārī vivecana 25

Language
Gujarati

25

‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૯૭ થી ૧૦૦ :– [–/૯૭ થી ૧૦૦]
– બધામાં અભ્યંતર નક્ષત્ર અભિજિત છે. – સૌથી બાહ્ય નક્ષત્ર મૂળ છે.
– સૌથી ઉપર સ્વાતિ અને નીચે ભરણી નક્ષત્ર છે.
– નિશ્ચયથી ચંદ્ર અને સૂર્યની વચ્ચે બધાં ગ્રહ-નક્ષત્ર હોય છે. ચંદ્ર અને સૂર્યની બરાબર નીચે અને બરાબર ઉપર તારા [નામે જ્યોતિષ્ક વિમાન] હોય છે.
– તારાઓનું પરસ્પર જઘન્ય અંતર ૫૦૦ ધનુષ્‌ અને ઉત્કૃષ્ટ અંતર ૪૦૦૦ ધનુષ્‌ [બે ગાઉ] હોય છે.
– વ્યવધાનની અપેક્ષાથી તારાઓનું અંતર જઘન્ય ૨૬૬ યોજન અને ઉત્કૃષ્ટ - ૧૨,૨૪૨ યોજન છે.

Linked texts (2)