Pramāṇa · Search · About · API

Devimdatthaa 66

Deviṃdatthaa: ṭīkānusārī vivecana 66

Language
Gujarati

66

‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૭૩ થી ૨૭૮ :– [–/૨૭૩ થી ૨૭૮]
સર્વાર્થ સિદ્ધ વિમાનના સૌથી ઊંચા સ્તૂપને અંતે બાર યોજન ઉપર ઈષત્‌ પ્રાગ્ભારા પૃથ્વી આવેલી છે.
તે પૃથ્વી નિર્મળ જળકળ, હિમ, ગાયનું દૂધ, સમુદ્રના ફીણ જેવી ઉજ્જવળ વર્ણવાળી છે.
તથા ઉલટા કરાયેલા છત્રના આકારે સ્થિત છે. તે ૪૫-લાખ યોજન લાંબી-પહોળી છે.
– તેના કરતાં ત્રણ ગણાંથી અધિક તેની પરિધિ છે. જેનું માપ - ૧,૪૨,૩૦,૨૪૯ યોજન છે.
– તે પૃથ્વી મધ્યભાગે આઠ યોજન જાડી છે. – ઘટતાં ઘટતાં માખીની આંખ જેવી પાતળી થઈ જાય છે.
– તે શંખ, શ્વેત રત્ન, અર્જુન સુવર્ણ સમાન વર્ણવાળી તથા ઉલટા છત્રના આકારવાળી છે.

Linked texts (2)