Suyagada 149
Sūyagaḍa: ṭīkānusārī vivecana 149
- Language
- Gujarati
149
વિવેચન :–૯૭, ૯૮
જો કે અન્યતીર્થિ-તાપસાદિ બાહ્ય ગૃહવાસાદિ પરિગ્રહ ત્યાગી નિષ્કિંચનતાથી નગ્ન બની, દુર્બલ થઈને, પોતાના મત મુજબ દીક્ષા અનુષ્ઠાન કરે, જો કે તે તપ વિશેષ કરીને ખાય તો પણ આંતર કષાય પરિત્યાગ ન કરવાથી મોક્ષ પામતો નથી. જે અન્યતીર્થિ માયા વડે - કષાયો વડે યુક્ત હોય તે અનંતકાળ ગર્ભમાં રખડશે - તેનો સાર એ છે કે અકિંચન હોય, તપોનિષ્ઠ હોય પણ કષાયનો ત્યાગ કર્યા વિના નરકાદિ સ્થાનથી લઈ તિર્યંચાદિ સ્થાનમાં - X - અનંત કાલ - X - ભમશે.
જે કારણથી મિથ્યાદૃષ્ટિ ઉપદિષ્ટ તપ વડે દુર્ગતિમાર્ગ નિરોધ થતો નથી, તેથી જૈન માર્ગમાં સ્થિર થવા ઉપદેશ આપે છે - હે પુરૂષ! જે પાપ અનુષ્ઠાન વડે દુઃખ મળવાનું છે, તે કર્મથી નિવૃત્ત થા. કેમકે પુરૂષોનું જીવિત વધુમાં વધુ ત્રણ પલ્યોપમ છે. સંયમજીવિત પલ્યોપમની અંદર પૂર્વકોડી વર્ષ હોઈ શકે. અથવા - X - સાંત-અંતવાળું છે. - X - એ રીતે મનુષ્યોનું અલ્પ આયુ જાણી, તે વીતી ન જાય ત્યાં સુધી ધર્માનુષ્ઠાનથી સફળ કરવું. પણ જેઓ ભોગ તથા સ્નેહરૂપ કાદવમાં ફસાયા છે, મનુષ્યભવમાં કે સંસારમાં કામ-ભોગમાં મૂર્ચ્છિત થઈ તે મનુષ્યો મોહ પામે છે - X - અથવા મોહનીય કર્મ બાંધે છે. હિંસાદિ સ્થાનથી અનિવૃત્ત, ઈન્દ્રિયોથી અસંયત લોકો આવું કરે છે,
તો [ભવ્યાત્માએ] શું કરવું? તે કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati