Pramāṇa · Search · About · API

Suyagada 151

Sūyagaḍa: ṭīkānusārī vivecana 151

Language
Gujarati

151

વિવેચન :–૯૯, ૧૦૦
જીવન થોડું છે તે જાણીને અને વિષયોને ક્લેશપ્રાયઃ સમજીને ઘરના ફાંસારૂપ બંધનને છેદીને પ્રાણીઓના રક્ષણનો યત્ન કરતો ઉદ્યુક્ત વિહારી બન - સંયમ યોગવાન, ગુપ્તિ સમિતીથી રક્ષિત બન. શા માટે?
માર્ગમાં સૂક્ષ્મ પ્રાણીઓ હોય છે, તેથી અનુપયોગે ચાલતા જીવોને બચાવવા દુર્ગમ છે. આ રીતે ઈર્યાસમિતી બતાવી, ઉપલક્ષણથી બધી સમિતીમાં સતત ઉપયોગવાળા થવું. આગમ સૂત્રાનુસાર સંયમમાં વર્તવું. આવું બધાં અરિહંતોએ સમ્યક્‌ રીતે પ્રકર્ષથી કહેલું છે.
- વીર પુરૂષો કયા છે? –
જેઓ હિંસા, જૂઠ આદિ પાપથી જે વિરત છે, વિશેષથી કર્મ દૂર કરવા પ્રેરે છે, તે વીર છે. સમ્યગ્‌તયા આરંભોના પરિત્યાગ વડે ઉત્થિત છે, તેમને ક્રોધ, માન, માયા, લોભ તથા આદિ શબ્દથી બીજી મોહનીય કર્મપ્રકૃતિ દૂર કરનાર તથા સૂક્ષ્મ, બાદર જીવોને મન, વચન, કાયાથી હણતા નથી. સર્વથા સાવદ્ય અનુષ્ઠાનથી વિરત અને ક્રોધાદિના ઉપશમ વડે શાંત કે મુકત જેવા જાણવા - પાછો ઉપદેશ આપે છે.

Linked texts (2)