Pramāṇa · Search · About · API

Suyagada 153

Sūyagaḍa: ṭīkānusārī vivecana 153

Language
Gujarati

153

વિવેચન :–૧૦૧, ૧૦૨
પરીષહ ઉપસર્ગો આ ભાવના ભાવી સહેવા – હું એક જ ઠંડી, તાપ આદ દુઃખ વિશેષથી પીડાતો નથી, બીજા પણ પ્રાણીઓ આ લોકમાં અતિ દુઃસહ દુઃખથી પીડાય છે. તેઓ પણ સમ્યગ્‌ વિવેકના અભાવે નિર્જરા ફળ પામતા નથી. કહ્યું છે કે – દુઃખો મેં સહ્યા નહીં, સુખને મેં છોડ્યા નહીં, દુઃસહ તાપ આદિ દુઃખો સહ્યા પણ તપ ન કર્યો, રાત-દિન ધનને ચિંતવ્યું પણ પરમ તત્ત્વને ન જાણ્યું, સંસારના સુખના અર્થી બની જે જે કૃત્યો કર્યા તેના તેના ફળોથી વંચિત થયા. જો ગૃહસ્થ જે કષ્ટ સહે છે, તેવા ક્લેશ સંયમ સ્વીકારી વિવેકીઓ સહે તો ઘણો ગુણ થાય છે. કહ્યું છે કે–
ભૂખથી કૃશતા, તુચ્છ ભોજન, ઠંડી-તાપ, રૂક્ષ વાળ, પૃથ્વીશયન આ દુઃખ ઘેર સહે તો પતન થાય, સંયમમાં રહે તો ઉન્નતિ થાય. દોષ પણ ગુણ થાય. આ પ્રમાણે સહે તો જ્ઞાનાદિ વડે સ્વહિત-આત્મહિતવાળો થઈ તીક્ષ્ણ બુદ્ધિ વડે વિચારી, હણે નહીં અર્થાત્‌ ક્રોધાદિથી આત્માને ન પીડતો, મહાસત્વવાળો બની, પરીષહોને સમ્યક્‌ રીતે સહે, મનોદુઃખી ન થાય અથવા અનિહ એટલે તપ, સંયમમાં કે પરીષહ સહેવામાં બળ-વીર્ય ન ગોપવે. બાકી પૂર્વવત્‌...જેમ - X - છાણ આદિથી લેપેલ-જાડી કરેલ ભીંતના લેપના પડ ઉખડતા પાતળી પડે, તેમ અનશનાદિ વડે દેહના લોહી-માંસ સૂકવ. તે સૂકવતા તારા કર્મો પણ ઘટશે. તથા વિવિધ હિંસારહિત બની અહિંસાને ધારણ કર. - X - આ મોક્ષને અનુકૂળ ધર્મ અહિંસા લક્ષણવાળો છે અને પરીષહ-ઉપસર્ગ સહન કરવારૂપ ધર્મ છે. જે સર્વજ્ઞ ભગવંતે કહ્યો છે - વળી -

Linked texts (2)