Suyagada 173
Sūyagaḍa: ṭīkānusārī vivecana 173
- Language
- Gujarati
173
વિવેચન :–૧૧૯, ૧૨૦
શ્રુત અને ચારિત્ર ધર્મનો પાર પામનારો-સિદ્ધાંત પારગામી કે સમ્યક્ ચારિત્ર અનુષ્ઠાયી છે. ચારિત્રને આશ્રીને કહે છે – સાવદ્ય અનુષ્ઠાનના અભાવરૂપે સ્થિત તે મુનિ છે. જે પાપારંભને નથી છોડતા તે અધર્મી છે. તેઓ મરણ સમયે કે દુઃખ આવતા શોક કરે છે. અથવા ઈષ્ટ વ્યક્તિના મરણમાં કે ધન નાશ થતાં તે મારા હતા કે હું તે ધનનો માલીક હતો એમ શોક કરે છે. આવી રીતે વિલાપ કરવા છતાં પોતાના આત્મા સમાન ગણી ગ્રહણ કરેલ પરિગ્રહ-સોનું, ચાંદી આદિ કે ઈષ્ટ સ્વજનાદિ નષ્ટ કે મૃત થતાં પાછા મળતાં નથી.
અથવા ધર્મના પારગ મુનિ આરંભથી દૂર થયેલ હોય, તેને માતા-પિતાદિ મળતા સ્નેહાળુ બનીને તેને પાછો મેળવવા વિલાપ કરે છે, તો પણ તે આત્માર્થી સાધુને ગૃહસ્થપણે બનાવી શકતા નથી. અહીં નાગાર્જુનીયા કહે છે – તે મુનિને આવેલા સાંભળી કેટલાંક સંસારી સગાં તેને ઉત્તમ ધર્મમાં વિઘ્ન કરવા તૈયાર થાય તો પણ પંડિત સાધુ તેમના ફંદામાં ન ફસાય.
આ જ લોકમાં સુવર્ણ, સ્વજનાદિ દુઃખદાયી છે તે વિદ્વાને જાણવું જોઈએ. તે કહે છે – ધન મેળવવામાં દુઃખ, પછી રક્ષણમાં દુઃખ, આવક અને ખર્ચમાં દુઃખ છે આવા દુઃખભાજન ધનને ધીક્કાર છે. વળી કહે છે – નિર્મળ પાણી, કોમળ ઘાસ અને અટવી સમીપ શાંત ઝાડીમાં રહેવાનું છતાં સ્વકુળને છોડીને હાથણીના વશમાં જઈ દુઃખ આવતા શા માટે રડે છે? કેમકે સ્નેહ એ અનર્થ પરંપરાનું મુખ્ય બંધન છે.
આ લોક માફક પરલોકમાં પણ દુઃખ છે, પરિગ્રહ-મમત્વથી બંધાયેલ કર્મથી દુઃખ ભોગવે છે - X - કદાચ ધન-સ્વજન મળી જાય તો પણ તે નાશ થવાના સ્વભાવવાળું છે, એમ જાણીને કયો વિદ્વાન ગૃહવાસમાં રહે અથવા ગૃહ પાસમાં બંધાય? કહ્યું છે કે – સ્ત્રી પરિભવકારા છે, બંધુજન બંધન છે, વિષયો વિષ છે. છતાં લોકોને આ કેવો મોહ છે? શત્રુને મિત્ર માને છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati