Suyagada 200
Sūyagaḍa: ṭīkānusārī vivecana 200
- Language
- Gujarati
200
વિવેચન :–૧૪૫, ૧૪૬
જેમ પ્રધાન રત્ન, વસ્ત્ર, આભરણાદિ દેશાંતરથી કમાઈ લાવેલ વણિક રાજાને અર્પણ કરે, તે તેઓ ધારણ કરે છે, તેમ આ રત્ન સમ પાંચ મહાવ્રતો અને છઠ્ઠું રાત્રિભોજન વિરમણ વ્રત આચાર્યોએ અર્પણ કરતા સાધુ ધારણ કરે છે. પૂર્વના રત્નો કરતા પણ આ મહાવ્રત રત્ન વિશેષ કિંમતી છે. અર્થાત્ રત્નોનું ભાજન જેમ રાજા કરે છે, તેમ મહાવ્રતોનું ભાજન સાધુઓ જ છે.
જે મનુષ્યો લઘુસત્વી છે, આ મનુષ્યલોકમાં સુખશીલીયા છે, તે આલોક, પરલોકના અપાયોથી ન ડરતા સાતાગૌરવમાં ગૃદ્ધ થયેલા તથા ઈચ્છા મદનરૂપ કામમાં ઉત્કટ તૃષ્ણાવાળા, દીન માફક ઈન્દ્રિયોથી પરાજિત થઈ તેવા ભોગોને સેવતા ધૃષ્ટ બનેલા જેવા છે. અથવા અલ્પ દોષથી જેમ કે સમ્યક્ પડિલેહણાદિ ન કરતા કઈ સંયમ વિરાધના થવાની? એ રીતે પ્રમાદથી ક્રિયામાં સીદાતા સમસ્ત સંયમને કપડાની માફક મેલો કરે છે, તેઓ ધર્મધ્યાનાદિનો ઉપદેશ આપવા છતાં જાણતા નથી.
- ફરી ઉપદેશ આપતા કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati