Pramāṇa · Search · About · API

Suyagada 210

Sūyagaḍa: ṭīkānusārī vivecana 210

Language
Gujarati

210

વિવેચન :–૧૫૫, ૧૫૬
ગૃહવાસમાં રહેલ મનુષ્ય પણ આનુપૂર્વીએ ગુરૂ પાસે ધર્મ શ્રવણ કરે, યથાશક્તિ આદરે, સમ્યક્‌તયા યતનાથી વર્તી જીવ-ઉપમર્દનથી દૂર રહે-શા માટે?
જે કારણથી પોતાને અને બીજાને સમાન માની યતિ અને ગૃહસ્થમાં સમભાવ રાખે અથવા જિનપ્રવચનાનુસાર એકેન્દ્રિયાદિમાં સમભાવ રાખે, આ સમતા વડે ગૃહસ્થ પણ સુવ્રતી થઈ દેવલોકે જાય, તો પછી મહાસત્વપણે પંચમહાવ્રતધારી સાધુ માટે તો કહેવું જ શું?
વળી જ્ઞાન-ઐશ્વર્યયુક્ત સર્વજ્ઞની આજ્ઞા કે આગમને સાંભળીને તેમના આગમમાં કે તેમના કહેલ સંતપુરૂષને હીતકારી સંયમમાં લઘુકર્મી બની, તેને પાળવામાં ઉદ્યમ કરે.
તે માટે સર્વત્ર મત્સર ત્યાગી, રાગ-દ્વેષ છોડી, ક્ષેત્ર-વાસ્તુ-ઉપધિ-શરીરનું મમત્વ મૂકી સાધુ બનીને ૪૨-દોષરહિત આહાર લઈ ભિક્ષા વડે પોતાનો નિર્વાહ કરે. - વળી -

Linked texts (2)