Pramāṇa · Search · About · API

Suyagada 23

Sūyagaḍa: ṭīkānusārī vivecana 23

Language
Gujarati

23

[નિર્યુક્તિ–૨૩]
અહીં પહેલા શ્રુતસ્કંધનું નામ ‘ગાથાષોડશક’ છે. એટલે ‘ગાથા’ નામક સોળમું અધ્યયન આ શ્રુતસ્કંધમાં છે. તેમાં ‘ગાથા’નો નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવરૂપ ચાર પ્રકારનો નિક્ષેપ છે. નામ, સ્થાપના પ્રસિદ્ધ છે.
દ્રવ્યગાથા બે પ્રકારે છે - આગમથી, નોઆગમથી. આગમથી ગાથાનો જ્ઞાતા પણ ઉપયોગરહિત અને નોઆગમથી ત્રણ પ્રકારે - જ્ઞશરીર દ્રવ્યગાથા, ભવ્યશરીર દ્રવ્યગાથા, આ બે સિવાયની દ્રવ્યગાથા - X - X -
ભાવગાથા પણ બે પ્રકારે છે - આગમથી, નોઆગમથી. આગમથી ભાવગાથાનો જ્ઞાતા અને ઉપયોગવાળો જાણવો, નોઆગમથી આ ગાથા નામક અધ્યયન જાણવું. કેમકે તેમાં આગમનું એકદેશપણું છે.
‘ષોડશક’ના પણ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ એ છ નિક્ષેપ છે - તેમાં નામ, સ્થાપના સરળ છે. દ્રવ્ય ‘ષોડશક’માં જ્ઞ-શરીર, ભવ્ય શરીર અને તે બંને સિવાયના સચિત્તાદિ ૧૫-દ્રવ્ય લેવા. ક્ષેત્ર ષોડશક તે ૧૬-આકાશપ્રદેશ, કાળ ષોડશક તે ૧૬-સમય કે તેટલો કાળ રહેનાર દ્રવ્ય, ભાવ ષોડશક તે આ અધ્યયન જ જાણવું. કેમકે ક્ષાયોપશમિક ભાવવૃત્તિત્વ છે.
શ્રુત અને સ્કંધનો ચાર પ્રકારે નિક્ષેપ છે. જે બીજે વિસ્તારથી કહ્યો છે.
હવે પ્રત્યેક અધ્યયનનો અર્થ અધિકાર બતાવવા કહે છે–