Suyagada 24
Sūyagaḍa: ṭīkānusārī vivecana 24
- Language
- Gujarati
24
[નિર્યુક્તિ–૨૪ થી ૨૮]
પહેલા અધ્યયનમાં સ્વ-સિદ્ધાંત, પર-સિદ્ધાંત પ્રરૂપણા છે,
બીજામાં સ્વ-સિદ્ધાંતના ગુણો અને બીજા મતના દોષો જાણીને સ્વ-સિદ્ધાંતનો બોધ જાણવો.
ત્રીજામાં તત્ત્વોને જાણીને ઉપસર્ગ સહેવા સમર્થ બને તે જણાવ્યું,
ચોથામાં સ્ત્રી-દોષનું વર્જન,
પાંચમામાં ઉપસર્ગ ન સહે અને સ્ત્રી વશવર્તી હોય તેનો અવશ્ય નરકે ઉપપાત બતાવ્યો છે.
– છઠ્ઠામાં અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ સહેવાથી અને સ્ત્રીદોષ વર્જનથી ભગવંત મહાવીરે જીતવા યોગ્ય કર્મ કે સંસારનો પરાભવ કરી જય પામ્યા તેથી શિષ્યોને પણ આ ઉપદેશ આપ્યો તે અધિકાર છે.
સાતમામાં ગૃહસ્થો, અન્યતીર્થિકો કે પાર્શ્વસ્થાદિ એવાનો સંગ છોડનાર પરિત્યક્ત નિઃશીલકુશીલ તથા સુશીલ, સંવિગ્નને બતાવ્યા.
આઠમામાં બે પ્રકારનું વીર્ય બતાવી પંડિતવીર્યમાં પ્રયત્ન કરવાનું જણાવ્યું.
નવમામાં યથાવસ્થિત ધર્મ કહે છે.
દશમામાં સમાધિસ્વરૂપ કહ્યું,
અગિયારમામાં સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષમાર્ગનું કથન છે.
બારમામાં - X - ચાર મતમાં રહેલા-ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી એવા મતવાળા ૩૬૩ પાખંડીઓ પોત-પોતાના મત સાધતાં જિનેશ્વર પાસે આવે ત્યારે તેમના વચનમાં રહેલા સાધનદોષોને બતાવીને તેનું નિરાકરણ કરાય છે.
તેરમામાં સર્વવાદીઓમાં કપિલ, કણાદ, અક્ષપાદ, શોદ્ધોદન, જૈમિની આદિ મતને અનુસરનારનું કુમાર્ગપણું બતાવ્યું.
ચૌદમામાં ગ્રંથ નામના અધ્યયનમાં શિષ્યોના ગુણ-દોષનું કથન છે તથા શિષ્યના ગુણ સંપદથી યુક્ત શિષ્યે ગુરૂકુલવાસ સેવવાનો અધિકાર છે.
પંદરમાં ‘આદાનીય’ અધ્યયનમાં આદાનીય પદ કે અર્થોનું ગ્રહણ છે તે પૂર્વે કહેલા પદ અને અર્થો વડે પ્રાયઃ અહીં ગોઠવેલ છે. તથા સમ્યક્ ચારિત્ર મોક્ષમાર્ગનું સાધક છે, તે અહીં વર્ણવેલ છે.
સોળમાં ગાથા અધ્યયનમાં પંદરે અધ્યયનમાં કહેલ અર્થ સંક્ષેપમાં પ્રતિપાદિત કરેલ છે.
હવે - X - એક એક અધ્યયનનું અહીં વર્ણન કરીશું–
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ ‘સમય’
પહેલું ‘સમય’ નામક અધ્યયન છે, તેના ઉપક્રમ આદિ ચાર અનુયોગ છે. તેમાં ઉપક્રમણ તે ઉપક્રમ. અથવા જેના વડે શાસ્ત્રને નિક્ષેપ અવસરમાં લાવીને સ્થાપીએ તે ઉપક્રમ. તેમાં લૌકીક ઉપક્રમ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેદે છ પ્રકારે આવશ્યકાદિમાં વર્ણવેલ છે. શાસ્ત્રીય ઉપક્રમ પણ આનુપૂર્વી નામ પ્રમાણ વક્તવ્યતાના અર્થાધિકારમાં સમાવતાર રૂપ છ પ્રકારનો જાણવો. તેમાં આનુપૂર્વી વગેરે સમાવતાર પર્યન્ત અનુયોગદ્વાર મુજબ જાણવો.
તે જ પ્રમાણે આ અધ્યયન પણ આનુપૂર્વી આદિમાં જ્યાં-જ્યાં ઉતરે ત્યાં-ત્યાં ઉતારવું. તેમાં દશ પ્રકારે અનુપૂર્વીમાં ગણના અનુપૂર્વીમાં ઉતરે છે, તે અનુપૂર્વી આદિ ત્રણ પ્રકારે છે – પૂવાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વી. તેમાં આ અધ્યયન પૂવાનુપૂર્વીમાં પહેલું, પશ્ચાનુપૂર્વીમાં સોળમું, અનાનુપૂર્વી ચિંતવતા એકાદિકથી માંડી સોળ સુધીમાં શ્રેણીમાં અન્યોન્યાભ્યાસ દ્વિરૂપ ન્યૂન સાંખ્યભેદ થાય છે. અનાનુપૂર્વીના ભેદની સંખ્યાના પરિજ્ઞાનનો આ ઉપાય છે. તે આ પ્રમાણે - X - X - X - [અહીં આખી ગણિત પ્રક્રિયા છે. તેને જાણવા મૂળ વૃત્તિ જોવી - X - X - X -] શ્રુત ક્ષાયોપશમિક ભાવમાં અવતરે છે.
હવે પ્રમાણને બતાવે છે, જેના વડે મપાય તે પ્રમાણ. તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી ચાર ભેદે છે. તેમાં આ અધ્યયન ક્ષાયોપશમિક ભાવમાં વ્યવસ્થિત થવાથી ભાવપ્રમાણમાં અવતરે છે.
આ ભાવપ્રમાણ ગુણનય સંખ્યાના ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં પણ ગુણપ્રમાણે સમવતાર છે. તે પણ જીવ-અજીવ ભેદથી બે પ્રકારે છે. સમય અધ્યયન ક્ષાયોપશમિક ભાવરૂપ હોવાથી તેના જીવના અન્યત્વને લીધે જીવગુણ પ્રમાણમાં સમવતાર છે. જીવગુણ પ્રમાણ પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં આ બોધરૂપે હોવાથી જ્ઞાનગુણ પ્રમાણમાં ગણવું.
– તે પણ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં આ આગમ પ્રમાણમાં લેવું. તે પણ લૌકીક લોકોત્તર બે ભેદે જાણવું. તેમાં આ સમય અધ્યયન લોકોત્તરમાં લેવું. તે પણ સૂત્ર, અર્થ, તદુભયરૂપ ત્રણ પ્રકારે છે, તે ત્રણેમાં ગણવું અથવા આત્મ, અનંતર, પરંપર ભેદથી આગમ ત્રણ પ્રકારે છે. તેમાં તીર્થંકરોને અર્થની અપેક્ષાએ આત્માગમ, ગણધરોની અપેક્ષાએ અનંતર તથા શિષ્યોની અપેક્ષાઓ પરંપરાગમ છે. સૂત્રની અપેક્ષાએ ગણધરોને આત્માગમ, તેના શિષ્યોને અનંતરાગમ અને ત્યારપછી શિષ્યોને પરંપરાગમ જાણવું.
ગુણપ્રમાણ પછી નયપ્રમાણ અવસર છે. તેનો આ પૃથક્ત્વ અનુયોગમાં સમવતાર નથી અથવા પુરૂષની અપેક્ષાએ થાય છે, તે જ કહે છે – મૂઢનયિક એટલે નયશૂન્ય કાલિક શ્રુત છે, એમાં નયો અપૃથક્ત્વ સમવતાર છે પણ પૃથક્ત્વમાં સમવતાર થતો નથી. સાંભળનારની યોગ્યતા જોઈને નય વિશારદ નયોનું વર્ણન કરે છે - સંખ્યાપ્રમાણ આઠ પ્રકારે છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, પરિમાણ, પર્યવ અને ભાવ.
તેમાં પરિમાણ, સંખ્યામાં અવતાર છે. તે કાલિક અને દૃષ્ટિવાદ એ બે ભેદો છે, તેમાં આ સૂત્રને કાલિક પરિમાણ સંખ્યામાં ગણવું. તેમાં પણ અંગપ્રવિષ્ટ, અનંગપ્રવિષ્ટમાં અંગપ્રવિષ્ટમાં સમવતાર છે.
પર્યવ સંખ્યામાં અનંતા પર્યવો છે. તથા સંખ્યેય અક્ષર, સંખ્યેય સંઘાત, સંખ્યેય પદો, સંખ્યેય પાદો, સંખ્યેય શ્લોકો, સંખ્યેય ગાથા, સંખ્યેય વેઢા, સંખ્યેય અનુયોગદ્વારો છે. હવે વક્તવ્યતાનો સમવતાર ચિંતવીએ. તે સ્વ-સમય, પર-સમય, ઉભય-સમય એમ ત્રણ ભેદે છે. તેમાં આ અધ્યયનનો ત્રણેમાં સમાવેશ થાય છે.
અર્થાધિકાર બે પ્રકારે છે - અધ્યયન અર્થાધિકાર અને ઉદ્દેશ અર્થાધિકાર. અહીં અધ્યયન અર્થાધિકાર કહ્યો છે. ઉદ્દેશાનો અર્થાધિકાર તો નિર્યુક્તિકાર સ્વયં કહેશે.
હવે નિક્ષેપાનો અવસર છે. તે ત્રણ પ્રકારે છે. ઓઘ નિષ્પન્ન, નામ નિષ્પન્ન, સૂત્રાલાપક નિષ્પન્ન. તેમાં ઓઘ નિષ્પન્નમાં આ અધ્યયન છે. તેનો નિક્ષેપો આવશ્યકાદિ સૂત્રમાં વિસ્તારથી કહ્યો છે.
નામ નિષ્પન્નમાં ‘સમય’ એ નામ છે, તેના નિક્ષેપાના અર્થે નિર્યુક્તિકાર કહે છે–