Suyagada 232
Sūyagaḍa: ṭīkānusārī vivecana 232
- Language
- Gujarati
232
વિવેચન :–૧૭૧, ૧૭૨
પૂર્વોક્ત આક્રોશરૂપ તથા ચૌર-ચારિકાદિ રૂપ શબ્દોને સહન કરવાને અસમર્થ સાધુ ગામ, નગર કે માર્ગમાં વિચરતા તે આક્રોશ થતા અજ્ઞ, મંદસત્વવાળા સાધુ વિલખા થઈ સંયમથી ભ્રષ્ટ થાય છે. જેમ સંગ્રામમાં ગયેલ કાયર પુરૂષ શત્રુના ચક્ર, ભાલા, તલવાર, તીર આદિથી વ્યાકુળ તથા પટહ, શંખ, ઝલ્લરીના નાદથી સમાકુલ થઈ, પૌરુષત્વ ત્યાગીને અપયશનો ડાઘ લઈને ભાગે છે. આક્રોશાદિ શબ્દ સાંભળીને અલ્પ સત્વવાળા સાધુ સંયમમાં વિષાદ પામે છે - હવે વધ પરીષહ કહે છે–
- X - ભિક્ષા માટે ફરતા ભિક્ષુને કોઈ કૂતરો દાંત વડે તેના અંગને વિદારે ત્યારે - X - અજ્ઞાન, અલ્પસત્ત્વથી દીનતા પામે છે. જેમ અગ્નિ વડે બળતા પ્રાણી પીડાથી પીડાય છે, આર્તધ્યાનથી ઉપહત થાય છે, તેમ સાધુ પણ ક્રૂર પ્રાણીથી કરડાતા સંયમથી ભ્રષ્ટ થાય છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati