Suyagada 263
Sūyagaḍa: ṭīkānusārī vivecana 263
- Language
- Gujarati
263
વિવેચન :–૨૦૬ થી ૨૦૮
જે રીતે યુદ્ધમાં જતો સુભટ પાછળ જુએ છે - કે શું મારે પરાજયથી પાછળ ભાગતા વલયાદિ શરણ કે રક્ષણ છે? એ પ્રમાણે કેટલાંક શ્રમણો અદૃઢમતિ, અલ્પસત્વી થઈ પોતાને આજીવન સંયમભાર વહનમાં સક્ષમ જાણીને ભાવિ ભયને વિચારે છે. જેમકે –
હું નિર્ધન છું. મારે વૃદ્ધત્વ કે રોગાદિ અવસ્થામાં કે દુકાળમાં શું આધાર છે? એ રીતે આજીવિકા ભયથી માને છે કે - આ વ્યાકરણ, ગણિત, જ્યોતિષ, વૈદ્યક, હોરા શાસ્ત્ર, મંત્રાદિ શાસ્ત્ર શીખીશ, તે મારા ખરાબ વખતમાં રક્ષણ માટે થશે.
તેઓ આ પ્રમાણે કલ્પના કરે છે - અલ્પ સત્વવાળા પ્રાણીઓ છે અને કર્મની ગતિ વિચિત્ર છે. પ્રમાદના ઘણાં સ્થાનો છે, કોણ જાણે છે કે સંયમ જીવિતથી ભ્રંશ થશે? કોનાથી પરાજિત થઈ મારો સંયમ ભ્રષ્ટ થશે? સ્ત્રીના કારણે કે સ્નાનાર્થે પાણીની ઈચ્છાથી? આવી કલ્પના તે બિચારા કરે છે.
મારી પાસે કોઈ પૂર્વોપાર્જિત દ્રવ્ય નથી કે જે તે સ્થિતિમાં કામ આવે? તેથી બીજા કંઈ પૂછે ત્યારે હસ્તિશિક્ષા, ધનુર્વેદ આદિ - X - હું કહીશ. એવું તે હીનસત્વી વિચારીને વ્યાકરણાદિ શ્રુતમાં યત્ન કરે છે. તો પણ તે મંદભાગી સાધુને ઈચ્છિત અર્થની પ્રાપ્તિ થતી નથી.
કહ્યું છે કે–
ઉપશમના ફળથી વિદ્યાબીજથી ધનના ફળને ઈચ્છતાં જો તેનો પ્રયાસ નિષ્ફળ જાય તો આશ્ચર્ય શું? નિયત ફળવાળાને કર્તાનો ભાવ ફળાંતર કરવા સમર્થ નથી. જેમ ઘઉં વાવીને જવના અંકુરા ન મળે.
ઉપસંહાર કરતા કહે છે – જેમ બીકણ સુભટ સંગ્રામમાં પ્રવેશતા જ નાસવા માટે વલયાદિ શોધતા રહે છે, તેમ દીક્ષા લીધેલા મંદ ભાગ્યતાથી અલ્પસત્વી બની આજીવિકા ભયથી વ્યાકરણ આદિ જીવન ઉપાયપણે વિચારે છે - કેવા બનીને? શંકિત ચિત્તવાળા થઈ - શું આ લીધેલ સંયમને પાળવા હું સમર્થ છું કે નહીં?
તથા કહ્યું છે કે– લૂખું, ઠંડુ, અનિયત, કાલાતિક્રાંત, વિરસ ભોજન, ભૂમિ શયન, લોચ, અસ્નાન અને બ્રહ્મચર્ય [આ બધું કેમ થશે?] જેમ માર્ગનો અજાણ્યો વિચારે છે કે - આ માર્ગ ઈચ્છિત સ્થાને જાય છે કે નહીં? એવી શંકામાં પડે છે, તેમ આ બીકણ સાધુ, સંયમભારના વહનમાં શંકિત થઈને નિમિત્ત, ગણિત આદિ આજીવિકા માટે શીખી રાખે છે.
હવે મહાપુરૂષનું વર્તન બતાવે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati