Suyagada 295
Sūyagaḍa: ṭīkānusārī vivecana 295
- Language
- Gujarati
295
વિવેચન :–૨૩૮, ૨૩૯
ભાવિ કામ-ભોગેચ્છાથી અનિવૃત્તને નરકાદિ યાતના સ્થાનોમાં ઘણું દુઃખ પડે છે તે ન વિચારતા તથા વર્તમાન વૈષયિક સુખાભાસને જોતાં વિવિધ ઉપાયોથી ભોગોની પ્રાર્થના કરતા તેઓ પોતાનું આયુષ્ય ક્ષીણ થતાં સંવેગ પામીને અથવા યૌવન દૂર થતાં વિષયતૃષ્ણા શાંત ન થવાથી શોક કરે છે. કહ્યું છે કે–[તે શોક કરે છે કે–] મુઠ્ઠીઓ વડે મેં ફક્ત આકાશને હણ્યું અને ફોતરાં જ ખાંડ્યા છે, કેમકે મેં મનુષ્ય જન્મ પામીને સત્ અર્થ માટે આદર ન કર્યો તથા સંસારનો વૈભવ અને યૌવનના મદથી સુકૃતો ન કર્યા હોય, તે બધાં વૃદ્ધાવસ્થામાં યાદ આવતા હૃદયમાં ખટકે છે.
– પરંતુ જેઓ ઉત્તમ સત્વથી પહેલેથી જ તપ અને ચારિત્રમાં ઉદ્યમ કરે છે, તેમને પછીથી પસ્તાવો થતો નથી - તે બતાવે છે - આત્મહિત કરનારા ધર્મપ્રાપ્તિના અવસરે જેણે ઈન્દ્રિયો તથા કષાયોનો પરાજય કરવામાં ઉદ્યમ કર્યો છે, તેઓ મરણકાળે કે વૃદ્ધાવસ્થામાં શોકાકુલ થતા નથી. ધર્મ પ્રાપ્ત કરવાનો અવસર વિવેકીઓને પ્રાયઃ સદાને માટે હોય છે. તે જ પુરૂષાર્થ પ્રધાન છે. પ્રાયે તે જ કરવો ઉચિત છે. તેથી તેઓ બાળપણાથી સમજીને વિષય અભિલાષ છોડીને, તપ અને સંયમ આચરીને કર્મના વિદારણમાં સમર્થ સ્નેહાત્મક બંધનથી સર્વથા મુક્ત થઈને અસંયમ જીવિત ઈચ્છતા નથી અથવા જીવન-મરણમાં નિઃસ્પૃહ બની સંયમમાં ઉદ્યમ કરે છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati