Suyagada 321
Sūyagaḍa: ṭīkānusārī vivecana 321
- Language
- Gujarati
321
‘સૂત્રકૃત’ સૂત્ર-૨૬૩ થી ૨૬૬ :– [૧/૪/૧/૨૬૩ થી ૨૬૬]
કેટલાક સાધુ ગૃહત્યાગ કરવા છતાં મિશ્ર માર્ગનું સેવન કરે છે અને તેને જ મોક્ષનો માર્ગ કહે છે, કેમ કે કુશીલો બોલવે શૂરા હોય છે.
કુશીલ સાધુ સભામાં પોતાને શુદ્ધ બતાવે છે, પણ છૂપી રીતે પાપ કરે છે, જ્ઞાતા પુરૂષ જાણી લે છે કે આ માયાવી અને મહાશઠ છે.
દ્રવ્યલિંગી અજ્ઞાની પૂછવા છતાં પોતાના દુષ્કૃતને કહેતો નથી. પણ આત્મપ્રશંસા કરે છે, મૈથુન ઈચ્છા ન કરો તેમ કહેતા ખેદ પામે છે.
જેઓ સ્ત્રીઓનું પોષણ કરી ચૂક્યા છે, સ્ત્રી-વેદ - ખેદના જ્ઞાતા છે. તેમાં કેટલાંક બુદ્ધિશાળી હોવા છતાં સ્ત્રીઓને વશીભૂત થઈ જાય છે.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit