Suyagada 322
Sūyagaḍa: ṭīkānusārī vivecana 322
- Language
- Gujarati
322
વિવેચન :–૨૬૩ થી ૨૬૬
– કેટલાંક ઘર છોડીને ફરી તેવા મોહોદયથી દ્રવ્યલિંગ માત્ર રાખીને ભાવથી ગૃહસ્થ સમાન એવા મિશ્રભાવ રાખે છે. તેઓ એકાંતે ગૃહસ્થ નથી કે એકાંતે સાધુ નથી, આવા અધર્મી છતાં મોક્ષ કે સંયમના માર્ગને બોલે છે, તે કહે છે કે અમે આરંભેલ મધ્યમ માર્ગ જ શ્રેષ્ઠ છે. કેમકે આમ વર્તવાથી દીક્ષાનો નિર્વાહ થાય છે.
આ તે કુશીલોનું માત્ર વચન-વીર્ય છે, અનુષ્ઠાન કૃત નથી અર્થાત્ તેઓ વાચા માત્રથી જ સાધુ છે, પણ તેઓ સાતા ગૌરવ-વિષય સુખાસક્ત શીતલવિહારી છે, તેમને સદનુષ્ઠાન કરણશક્તિ હોતી નથી.
– વળી તે કુશીલ વચનમાત્રથી વીર્ય પ્રગટ કરી, ધર્મદેશના અવસરે પોતાને દોષરહિત કે નિર્દોષ અનુષ્ઠાનવાળા કહે છે અને એકાંતમાં પાપ કે અસત્ અનુષ્ઠાન કરે છે. તે તેના દુષ્કૃત્યોને છૂપાવવા છતાં, તેની ચેષ્ટા આદિના જ્ઞાતા-નિપુણો અથવા સર્વજ્ઞો તે જાણી લે છે અર્થાત્ તેના અકર્તવ્યને કદાચ સામાન્યજન ન જાણે પણ સર્વજ્ઞો તો જાણે જ છે. - X –
અથવા વિદ્વાનો જાણે છે કે આ માયાવી, મહાશઠ છે, તે રાગાંધ એવું માને છે કે મારા પ્રચ્છન્ન અકાર્યો કોઈ જાણતું નથી, પણ તે પાપને પણ વિચક્ષણો જાણી લે છે. કહ્યું છે કે – લવણ ખારું નથી કે ઘી-તેલ ચોળાતું નથી તેમ કોઈ બોલે તો પણ અનુભવનારને છેતરી ન શકે, તેમ અકલ્યાણ અનુભવતા આત્માને કઈ રીતે છેતરી શકાય?
– વળી પોતે કરેલા છૂપા પાપો સંબંધી આચાર્યાદિ પૂછે તો તે બોલતો નથી કે મેં અકાર્ય કર્યું છે. કદાચ તે માયાવી પોતાના પાપ ન કહે ત્યારે બીજા કોઈ પ્રેરણા કરે તો તે અજ્ઞાની કે રાગદ્વેષથી ભરેલો પોતાની પ્રશંસા કરી પાપને છૂપાવે છે અને ધૃષ્ટતાથી કહે છે કે –
હું આવું અકાર્ય કઈ રીતે કરી શકું? વળી કોઈ પુનઃ પ્રેરણા કરે કે - આવો પુરૂષ વેદોદયને અનુકૂળ મૈથુન અભિલાષ ન કરીશ, ત્યારે તે ગ્લાનિ પામી આંખ આડા કાન કરે છે અથવા મર્મવિદ્ધ થઈ ખેદથી કહે છે કે –
હું પાપી છું તે ઠીક છે, હું જો અપાપી હોઉં તો મારાથી શું થાય? કેમકે વિષ રહિત સાપને લોકો પણ પીડા કરે છે.
– સ્ત્રીને પોષે તે સ્ત્રીપોષક - અનુષ્ઠાન વિશેષમાં રહેલા અર્થાત્ ભુક્તભોગી મનુષ્યો તથા સ્ત્રીવેદ-માયાથી ભરેલી સ્ત્રી છે, તેવું પોતાની ઔત્પાતિકી આદિ બુદ્ધિથી જાણનાર નિપુણો પણ, કોઈક મહામોહાંધ ચિત્તથી, સંસારમાં અવતરાવનાર માર્ગ સમાન સ્ત્રીઓને વશ થઈ, તેણીની નિકટ જાય છે અને તેણી - X - જે કંઈ કાર્ય-અકાર્ય કહે, તે-તે કરે છે, પણ એમ જાણતા નથી કે આ અકાર્ય કરાવનાર આવી છે. જેમકે - [પોતાનું કામ કઢાવવા] આ હસે છે, રડે છે, વિશ્વાસ પમાડે છે, પણ પોતે પુરૂષનો વિશ્વાસ કરતી નથી. માટે કુશીલયુક્ત પુરૂષે સ્ત્રીઓને સ્મશાનમાં લઈ ગયેલા ઘડા માફક તજી દેવી.
સ્ત્રીઓ સમુદ્રના તરંગ જેવી ચંચળ છે, સંધ્યાના વાદળ સમ ક્ષણિક રાગવાળી છે. કાર્ય પૂર્ણ થતાં અલતાના રંગને ધોઈ નાંખે તેમ પુરૂષને નિરર્થક જાણી છોડી દે છે. સ્ત્રી સ્વભાવનું દૃષ્ટાંત–
કોઈ યુવક કામશાસ્ત્ર ભણવા પાટલીપુત્ર ગયો. રસ્તામાં બીજા કોઈ ગામમાં કોઈ સ્ત્રીએ કહ્યું – હે સુકુમાર સોહામણા પુરૂષ! તું ક્યાં જાય છે? યુવકે ખરી વાત કહી, તે સ્ત્રી બોલી-ભણીને મારી પાસે આવજે.
પછી ભણીને તે ત્યાં આવ્યો. તે સ્ત્રીએ તેને સ્નાનાદિથી તૃપ્ત કરી, તેને વશ કરતાં, તે પુરૂષે સ્ત્રીને હાથ વડે ગ્રહણ કરી. તે સ્ત્રી ચીસો પાડવા લાગી, લોકો આવતા પુરૂષ પર પાણીનો ઘડો ફેંક્યો. પછી લોકોને ગમે તે સમજાવી દૂર કર્યા.
પછી સ્ત્રીએ યુવકને પૂછ્યું કે તેં કામશાસ્ત્રમાં સ્ત્રી સ્વભાવનું જ્ઞાન મેળવ્યું છે? - [આ રીતે ઉપદેશ આપે છે કે–] સ્ત્રીનું ચરિત્ર દુર્વિજ્ઞેય છે માટે તેમાં આસ્થા ન કરવી. કહ્યું છે કે –
હૃદયમાં અન્ય, વચનમાં અન્ય, કર્મમાં અન્ય, આગળ અન્ય, પાછળ અન્ય ઈત્યાદિ સ્ત્રીઓને બધું અન્ય છે [માટે તે અવિશ્વાસ્ય છે.]
હવે આ લોકમાં જ સ્ત્રીસંબંધી વિપાકને બતાવે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati