Pramāṇa · Search · About · API

Suyagada 375

Sūyagaḍa: ṭīkānusārī vivecana 375

Language
Gujarati

375

વિવેચન :–૩૨૦, ૩૨૧
ત્યાં નરકમાં સર્વકાળ સંપૂર્ણ ઉષ્ણપ્રધાન સ્થિતિ હોય છે. કેમ કે ત્યાં પ્રલયકાળથી વધુ અગ્નિથી વાયુ આદિ અત્યંત ઉષ્ણરૂપ હોય છે. તેનું કારણ પૂર્વે તે નારકોએ નિધત્ત, નિકાચિત અવસ્થાવાળા કર્મો બાંધેલ હોય છે. વળી, વિશેષથી કહે છે - અતિ દુઃખ - અસાતા વેદનીયવાળો જ્યાં સ્વભાવ છે, તેવા સ્થાનમાં રહેલા જીવને બેડીમાં બાંધીને-નાંખીને પછી તે નારકના મસ્તકમાં ખીલાથી કાણાં પાડીને દુઃખ આપે છે અને બધાં અંગોને ચામડાની માફક પહોળા કરી પીડે છે.
વળી તે પરમાધામીઓ પૂર્વના દુશ્ચરિત્ર યાદ કરાવીને તે નિર્વિવેક નારકોને પ્રાયઃ સર્વદા વેદના આપે છે. અસ્ત્રાથી નાક, બંને હોઠ અને કાનોને છેદે છે. તથા દારુ, માંસના સ્વાદુને તથા મૃષાવાદીની જીભને વેંતમાત્ર ખેંચીને તીક્ષ્ણ શૂલ વડે કાપી નાંખે છે.

Linked texts (2)