Suyagada 38
Sūyagaḍa: ṭīkānusārī vivecana 38
- Language
- Gujarati
38
વિવેચન :– ૬
ઉક્ત ગ્રંથોને છોડીને સ્વરૂચિથી રચિત ગ્રંથોમાં આસક્ત, બદ્ધ કેટલાંક ઉક્તાર્થ [જૈન સિદ્ધાંત] ને છોડીને સ્વેચ્છાએ ચાલે છે. - X - જૈન સિદ્ધાંતમાં કહે છે કે – જીવનું અસ્તિત્વ હોય તો જ જ્ઞાનાવરણીયાદિ કર્મબંધન છે, તેના હેતુ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદાદિ અને પરિગ્રહ, આરંભ આદિ છે, તેને સમ્યગ્ દર્શનાદિ ઉપાય વડે તોડે, મોક્ષનો સદ્ભાવ છે. એ વાતને શાક્યાદિ શ્રમણ, બૃહસ્પતિ મતવાળા, પરિવ્રાજક આદિ [ન માની] અરિહંત ઉક્ત ગ્રંથોને ઉલ્લંઘીને પરમાર્થને ન જાણતા અનેક પ્રકારે પોતાના સિદ્ધાંતોમાં આગ્રહી છે. જેમકે–
બૌદ્ધો કહે છે – સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, જ્ઞાનનો આધારભૂત આત્મા કોઈ નથી, કિંતુ ‘વિજ્ઞાન’ એક જ વર્તે છે, બધાં સંસ્કારો ક્ષણિક છે ઈત્યાદિ.
સાંખ્યો કહે છે – સત્વ, રજ, તમસની સામ્ય અવસ્થા પ્રકૃતિ છે, પ્રકૃતિથી મહાન અહંકાર છે, તેનાથી સોળ ગુણો, તેનાથી પાંચ ભૂતો [મહાન] છે. ચૈતન્ય પુરૂષનું આ સ્વરૂપ છે
વૈશેષિકો કહે છે– દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ સમવાય છ પદાર્થો છે.
નૈયાયિક કહે છે – પ્રમાણ, પ્રમેય આદિ પદાર્થોના અન્વય વ્યતિરેક પરિજ્ઞાનથી મોક્ષ પ્રાપ્તિ છે.
વળી મીમાંસકો કહે છે– પ્રેરણા લક્ષણવાળો ધર્મ છે, કોઈ સર્વજ્ઞ જગતમાં વિદ્યમાન નથી તથા મુક્તિનો અભાવ છે એમ માને છે.
ચાર્વાકો કહે છે– કોઈ પરલોકમાં જનાર નથી, પાંચ ભૂતોથી જુદો કોઈ પદાર્થ નથી, પુન્ય પાપ નથી આદિ
આવી રીતે આ લોકાયતિક આવું ખોટું માની પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં દુરાચારાદિમાં રક્ત થઈને તેઓ કહે છે – આટલો જ લોક ઈન્દ્રિયોથી દેખાય છે. - X - X - હે સુંદરી! ખા, પી. હે વરગાત્રિ! જે વીતી ગયું તે તારું નથી - X - ઈત્યાદિ. આ પ્રમાણે તે જૈનેતરો સ્વ-સિદ્ધાંત વાસિત મનવાળા થઈ અરિહંત ભગવંતે કહેલ ગ્રંથના અર્થને પરમાર્થથી ન જાણતા તેનું ઉલ્લંઘન કરીને પોતાના ગ્રંથોમાં આસક્ત થઈ, કામાસક્ત થાય છે.
હવે સૂત્રકારશ્રી ચાર્વાક મતને જ કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati