Pramāṇa · Search · About · API

Suyagada 404

Sūyagaḍa: ṭīkānusārī vivecana 404

Language
Gujarati

404

વિવેચન :–૩૫૨, ૩૫૩
– આ સૂત્રનો અનંતર સૂત્ર સાથે આ સંબંધ છે - તીર્થંકરોપદિષ્ટ માર્ગે સંયમ પાળતો મૃત્યુકાળની ઉપેક્ષા કરે. જેમણે આ માર્ગ ઉપદેશ્યો તે તીર્થંકર કેવા છે, એમ સાધુ આદિએ પૂછ્યું. પરસ્પર સૂત્રસંબંધ તો ‘‘બોધ પામે’’ તેમ પૂર્વે કહ્યું છે. આગળ પણ જે પ્રશ્નોત્તર થશે તે પણ જાણે-બોધ પામે. આ સંબંધથી આવેલ સૂત્રની સંહિતાદિ ક્રમે વ્યાખ્યા કહે છે. તે આ પ્રમાણે –
અનંતર સૂત્રમાં ઘણાં પ્રકારે કહેલ નરક વિભક્તિ સાંભળીને સંસારથી ઉદ્વિગ્ન મન વડે પૂછે છે, આ કોણે કહી છે? એમ સુધર્માસ્વામીને પૂછે છે. અથવા જંબૂસ્વામી સુધર્માસ્વામીને કહે છે - સંસારને પાર ઉતારવામાં સમર્થ એવો આ ધર્મ કોણે કહ્યો છે. એવું મને નિર્ગ્રન્થાદિ શ્રમણો, બ્રહ્મચર્યાદિ અનુષ્ઠાન રત બ્રાહ્મણો, ક્ષત્રિયાદિ ગૃહસ્થો અને શાક્યાદિ પરતીર્થિકોએ પૂછ્યું છે –
તે કોણ છે? જેણે દુર્ગતિમાં પડતા જીવોને ધારનારો એકાંત હિતકારી અનુપમ ધર્મ બતાવ્યો છે તથા શ્રેષ્ઠ સમીક્ષા - યથાવસ્થિત તત્ત્વ પરીક્ષા વડે અથવા સાધુસમીક્ષા વડે સમભાવથી કહ્યો છે.
– તથા તે જ જ્ઞાનાદિ ગુણો જાણવા માટે પ્રશ્ન પૂછ્યો - કેવી રીતે ભગવંતે જ્ઞાન પ્રાપ્ત કર્યું? અથવા તે ભગવંતનું જ્ઞાન કેવા વિશેષ બોધવાળું છે? તેમનું સામાન્ય અર્થપરિચ્છેદક દર્શન કેવું છે? યમ-નિયમરૂપ શીલ કેવું છે? જ્ઞાત ક્ષત્રિયના પુત્ર ભગવાન વર્ધમાનસ્વામી હતા. તેમનું ચરિત્ર મેં પૂછ્યું છે, તે હે સુધર્માસ્વામી! તમે જેવું જાણતા હો તે બધું જેમ સાંભળેલ હોય અને સાંભળીને અવધાર્યું હોય, જોયું હોય તે સર્વે કહો.
આ પ્રમાણે પૂછવાથી સુધર્માસ્વામી ભગવંત મહાવીરના ગુણો કહે છે–

Linked texts (2)